ડૉ. વિકાસ દિવ્યકીર્તિ હંમેશા ચર્ચામાં રહે છે. આજે પણ તે ચર્ચામાં છે. હકીકતમાં, MCD એ વિકાસ દિવ્યકીર્તિની દ્રષ્ટિ IAS કોચિંગ સેન્ટરને સીલ કરી દીધું છે. આ નિર્ણય રાવ IAS સ્ટડી સર્કલમાં 3 વિદ્યાર્થીઓની મોત બાદ લેવામાં આવ્યો છે. જાણો કોણ છે દ્રષ્ટિ આઈએસ કોચિંગના સંસ્થાપક ડૉ. વિકાસ દિવ્યકીર્તિ.

દિલ્હીના રાજેન્દ્ર નગર સ્થિત રાવ IAS સ્ટડી સર્કલ ખાતે સર્જાયેલી દુર્ઘટનાની વચ્ચે આજે ડૉ.વિકાસ દિવ્યકીર્તિની પણ ચર્ચા થઈ રહી છે. જો કે, આજે ન તો તેનો ઈન્ટરવ્યુ અને ન તો તેમનો સક્સેસ મંત્ર વાયરલ થઈ રહ્યો છે.

આ વખતે અમે તેમના કોચિંગ એટલે કે દ્રષ્ટિ IAS વિશે વાત કરી રહ્યા છીએ. હકીકતમાં, ડૉ. વિકાસ દિવ્યકીર્તિનું દ્રષ્ટિ IAS કોચિંગ સેન્ટર સીલ કરી દેવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, MCDએ DDAને વર્ધમાન મોલમાં દ્રષ્ટિ કોચિંગ સેન્ટર ચાલી રહ્યું છે, તેની ગતિવિધિઓ વિશે જાણવા માટે એમસીડીએ DDA ને 9 વાર લેખિતમાં પત્ર લખ્યા હતાં.

દિલ્હીના રાજેન્દ્ર નગરને UPSC કોચિંગ (UPSC Coaching News)નો ગઢ કહેવામાં આવે છે. દર વર્ષે દેશના ખૂણેખૂણેથી હજારો ઉમેદવારો અહીં સ્થિત UPSC કોચિંગમાં પ્રવેશ લઈને IAS અધિકારી બનવાની તૈયારી કરે છે.

27 જુલાઈની સાંજે, રાજેન્દ્ર નગર સ્થિત રાવ IAS સ્ટડી સર્કલના ભોંયરામાં ઘણા ફૂટ પાણી જમા થતાં ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હતા. આ અકસ્માતે સરકાર અને વહીવટીતંત્રની આંખ ખોલી દીધી. ઘણા IAS કોચિંગ કોર્સ ઉતાવળમાં બંધ કરી દેવામાં આવ્યા હતા. આ જ પ્રક્રિયામાં દેશના સૌથી લોકપ્રિય કોચિંગ સેન્ટરમાંથી એક દ્રષ્ટિ IASને પણ સીલ કરવામાં આવ્યું હતું.

ડૉ. વિકાસ દિવ્યકીર્તિ કોણ છે?
UPSC કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનાર દરેક વ્યક્તિ ડૉ. વિકાસ દિવ્યકીર્તિના નામથી વાકેફ છે. સુપરહિટ ફિલ્મ ‘12th ફેલ’માં પણ તેણે કેમિયો કર્યો હતો. ડૉ. વિકાસ દિવ્યકીર્તિનો જન્મ 26 ડિસેમ્બર 1973ના રોજ હરિયાણામાં થયો હતો. તે નાનપણથી જ અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતાં. તેમના માતા-પિતા હિન્દી સાહિત્યના પ્રોફેસર હતા. આ કારણથી હિન્દી તરફ પણ તેમનો ઝુકાવ શરૂઆતથી જ હતો. ડૉ. વિકાસ દિવ્યકીર્તિએ દિલ્હી યુનિવર્સિટીમાંથી હિન્દી સાહિત્યમાં બીએ, એમએ, એમ.ફીલ અને પીએચડી કર્યું છે. તેમણે દિલ્હી યુનિવર્સિટી અને ભારતીય વિદ્યા ભવનમાંથી ટ્રાન્સલેશનમાં પોસ્ટગ્રેજ્યુએશન પણ કર્યું છે.

શું વિકાસ દિવ્યકીર્તિએ UPSC પરીક્ષા પાસ કરી છે?
ડૉ. વિકાસ દિવ્યકીર્તિની ગણતરી UPSCના શ્રેષ્ઠ માર્ગદર્શકોમાં થાય છે. તેમણે તેમના વ્યાવસાયિક જીવનની શરૂઆત શિક્ષક તરીકે કરી હતી. ત્યાર પછી તેઓ દિલ્હી યુનિવર્સિટીમાં ભણાવતા હતા. વર્ષ 1996 માં, તેઓએ પ્રથમ પ્રયાસમાં UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા પાસ કરી. ત્યારબાદ તેમને ગૃહ મંત્રાલયમાં નિયુક્તિ મળી. ત્યારબાદ તેઓએ વધુ બે વખત યુપીએસસીની પરીક્ષા આપી પરંતુ તે સફળ થઈ શક્યા નહીં. તે પછી, એક વર્ષમાં, તેમણે દેશની ટોચની સરકારી નોકરીમાંથી રાજીનામું આપી દીધું અને 1999 માં દ્રષ્ટિ IAS કોચિંગની સ્થાપના કરી અને UPSC ઉમેદવારોને શીખવવાનું શરૂ કર્યું.

હિન્દીમાં તૈયારી કરનાર વિદ્યાર્થીઓના ગુરૂ છે વિકાસ દિવ્યકીર્તિ
ડૉ. વિકાસ દિવ્યકીર્તિ, દ્રષ્ટિ IAS કોચિંગના ડિરેક્ટર હોવાની સાથે, એક YouTube ચેનલ (ડૉ. વિકાસ દિવ્યકીર્તિ YouTube) પણ ચલાવે છે. તેના પર તેમના 37 લાખથી વધુ સબસ્ક્રાઇબર્સ છે. યુપીએસસી પરીક્ષાની તૈયારી કરી રહેલા ઘણા યુવાનો ભાષાના અવરોધને કારણે પરેશાન રહે છે. મોટી સંખ્યામાં ઉમેદવારો હિન્દી ભાષામાં સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરે છે. દૃષ્ટિ IAS કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ તેમના માટે શ્રેષ્ઠ છે. હકીકતમાં, વિકાસ દિવ્યકીર્તિ હિન્દી ભાષી ઉમેદવારોને તેમની તૈયારીમાં મદદ કરે છે.

અન્ય કોચિંગમાં અંગ્રેજી પર વધુ ધ્યાન આપવામાં આવે છે. જાણકારી અનુસાર, MCD સિવિલ લાઇન ઝોનમાં આવેલા મુખર્જી નગર અને તેની આજુબાજુના વિસ્તારમાં MCD ની બિલ્ડિંગ વિભાગને ગેરકાયદેસર રીતે ચલાવનાર કોચિંગ સેન્ટર, લાઇબ્રેરી અને અન્ય ગતિવિધિવાલી 80 ઈમારતો/બેઝમેન્ટને MCD એ ઓગસ્ટ 2024 થી 13 મે 2025 સુધી સીલ કરવામાં આવ્યા છે.











