Tuesday, December 10, 2024
HomeFeatureવડાપ્રધાન નરેન્દ્ર મોદી ર૩ ઓગસ્ટે જશે યુક્રેન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ર૩ ઓગસ્ટે જશે યુક્રેન

રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, તે દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મુલાકાત પછી હવે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ર૩ ઓગસ્ટે જશે જે ઘણું  જ સૂચક છે.

રશિયની મુલાકાત પછી હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંભવતઃ ર૩ ઓગસ્ટના રોજ યુક્રેન રવાના થઈ શકે છે. જ્યાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે તેમની મુલાકાત થવાની શકયતા છે. રશિયા સાથેના યુદ્ધ બાદ વડાપ્રધાન મોદી પહેલીવાર યુક્રેન જશે. જેને ઘણી જ સૂચક મુલાકાત ગણાવાઈ રહી છે.

પીએમ મોદી એવા સમયે યુક્રેન જઈ રહ્યા છે જ્યારે તેમણે થોડા દિવસ પહેલા જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. લગભગ એક મહિના પહેલા જ પીએમ મોદીએ ઈટાલીમાં આયોજીત જી૭ સમિટમાં ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી. ઈટાલીમાં યોજાયેલી મુલાકાતમાં બંને નેતા ગળે ભેટતાં પણ દેખાયા હતાં. લોકસભા ચૂંટણીમાં જીત્યા બાદ પીએમ મોદીના ત્રીજા કાર્યકાળ માટે ઝેલેન્સ્કીએ તેમને શુભેચ્છા પણ પાઠવી હતી અને યુદ્ધગ્રસ્ત ક્ષેત્રની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.

આ વર્ષે માર્ચમાં વડાપ્રધાન મોદી અને ઝેલેન્સકી વચ્ચે ફોન પર વાતચીત દરમિયાન બંને દેશો વચ્ચેની ભાગીદારીને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત બંનેએ ચાલી રહેલા સંઘર્ષને ઉકેલવા માટે વાતચીત અને કૂટનીતિ પર ભાર મૂક્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ક્હ્યું કે ભારત શાંતિપૂર્ણ ઉકેલનું સમર્થન કરે છે અને ક્ષમતા મુજબ દરેક શકય પ્રયાસો કરવાનું ચાલુ રાખશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!