Thursday, November 14, 2024
HomeFeatureNASA એ કર્યો કમાલ, અંતરિક્ષ યાત્રી ચંદ્ર પરથી લાઈવ કરી શકશે, માનવ...

NASA એ કર્યો કમાલ, અંતરિક્ષ યાત્રી ચંદ્ર પરથી લાઈવ કરી શકશે, માનવ મિશનમાં મળશે મોટી મદદ

નાસાએ ફરી એકવાર લોકોને આશ્ચર્યચકિત કર્યા છે. નાસાના ગ્લેન રિસર્ચ સેન્ટર ટીમે સ્પેસક્રાફ્ટમાંથી ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટરમાં 4કે વીડિયો સ્ટ્રીમ કરી એક નવો ઈતિહાસ રચ્યો છે. આ વીડિયો સ્ટ્રિમિંગ માટે લેઝર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. અત્યારસુધી નાસા સ્પેસ કોમ્યુનિકેશન માટે રેડિયો વેવનો ઉપયોગ કરતુ હતું.

જેનો ઉપયોગ પ્રારંભિક રૂપે અવકાશમાંથી ડેટા શેયરિંગનો ટેસ્ટ કરવા થતો હતો. આ ટેક્નોલોજીથી હ્યુમન મિશનને વેગ મળશે. નાસા અમુક સ્પેસ મિશનની તૈયારીઓ કરી રહી છે. આ નવુ સંશોધન નેવિગેશન અને કોમ્યુનિકેશનની જરૂરિયાત પૂરી કરશે. લેઝર કોમ્યુનિકેશન ધરતી અને અવકાશ વચ્ચે જરૂરી સૂચના-માહિતીનું આદાન-પ્રદાન કરવા અસરકાર બનશે.

નાસાએ આ કોમ્યુનિકેશન ટેસ્ટિંગ આગામી મૂન મિશન, આર્ટેમિસ મિશનની તૈયારી માટે કર્યું છે. નાસાએ આ કોમ્યુનિકેશન ટેસ્ટિંગ આગામી મૂન મિશન, આર્ટેમિસ મિશનની તૈયારી માટે કર્યું છે. તે દરમિયાન અંતરિક્ષ યાત્રી લાઈવ કવરેજ આપી શકશે. રેડિયો ફ્રિકવન્સી કોમ્યુનિકેશન સિસ્ટમની તુલનાએ લેઝર કોમ્યુનિકેશનમાં ઈન્ફ્રારેડ લાઈટ માટે 10થી 100 ટકાથી વધુ ડેટા ટ્રાન્સફર થઈ શકશે.

આ પ્રોજેક્ટના સંશોધક ડો. ડેનિયલ રેબેલે આ અંગે આકર્ષક અનુભવ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે,  4કે HD વીડિયો સ્ટ્રિમિંગ અંગે મળેલી સફળતાથી અમારા આર્ટેમિસ મિશન દરમિયાન અમારા અવકાશયાત્રીઓ સાથે HDમાં વીડિયો કોન્ફરન્સિંગ થઈ શકાશે. તેમના સ્વાસ્થ્ય અને ગતિવિધિઓ વચ્ચે સમન્વય કરવુ સરળ બનશે.

કેવી રીતે કરે છે કામ?

ગ્લેન એન્જિનિયર્સે પિલેટ્સ પીસી-12 એરક્રાફ્ટ પર લેઝર ટર્મિનલ ઈન્સ્ટોલ કર્યો છે. ત્યારબાદ એરક્રાફ્ટ એરી ઝીલની ઉપર પહોંચ્યું હતું. ત્યાંથી ડેટા ક્લિવલેન્ડમાં સ્થિત ગ્રાઉન્ડ સ્ટેશન પર ડેટા મોકલવામાં આવશે. બાદમાં ન્યૂ મેક્સિકોના લાસ ક્રુસેસ સ્થિત નાસાની બિલ્ડિંગમાં સિગ્નલ પહોંચ્યો હતો.

આ રીતે સિગ્નલે પૃથ્વી પરથી માંડી અવકાશમાં સ્થિત નાસાના લેઝર કોમ્યુનિકેશન રિલે ડેમોન્સ્ટ્રેશન પ્લેટફોર્મ સુધી કુલ 22000નું અંતર કાપી કોમ્યુનિકેટ કર્યું હતું. નાસાનો દાવો છે કે, આ પ્રયોગથી ટેક્નોલોજી અને પર્ફોર્મન્સમાં સુધારો થયો છે. જેનાથી સ્પેસ મિશન દરમિયાન અનેક પ્રકારના લાભ થશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!