મોરબીના બાયપાસ રોડ પાસે આવેલ લાયન્સનગર વિસ્તારમાં ખુલ્લી ગટર છે તેને બંધ કરવા માટેની પાલિકામાં રજૂઆતો કરવામાં આવી છે જો કે, તેને બંધ કરવામાં આવી નથી તેવામાં વરસાદી પાણી રસ્તા ઉપર ભરેલ હતા જેથી કરીને તે ગટરમાં બે રિક્ષા ખાબકી હતી. અને છેલ્લા 3 દિવસથી ખુલ્લી ગટરના કારણે નાના મોટા ઘણા અકસ્માત થયેલ છે.

તેવું સ્થાનિક લોકોએ જણાવ્યુ છે. જેથી જીવલેણ કોઈ ઘટના ન બને તે માટે સ્થાનિક લોકોએ ડબ્બામાં પથ્થરો ભરીને ગટરની આજુબાજુમાં મૂકી દીધેલ છે. ત્યારે નગરપાલિકા દ્વારા નક્કર કામગીરી કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે.


















