તા. પ ઓગસ્ટથી તા. ૧પ મી ઓગસ્ટ સુધી દશામાનું વ્રત
આપણા દેશમાં છેલ્લા કેટલાંક વર્ષોથી શ્રાવણ માસની એકમ થી દસમ સુધી તથા આ વર્ષે તા. પ મી ઓગસ્ટથી ૧પ મી ઓગસ્ટ સુધી આરાધ્ય દેવી દશામાઁના વ્રતનો પ્નારંભ, પૂજન, અર્ચન મહિમા અનેક રીતે ઉજવણી પ્નદેશ પ્નમાણે કરવામાં આવે છે. દશામાઁના વ્રતનું ગૌરવ, ધાર્મિક અનુસરણ પ્નમાણે વિધિ–વિધાન થાય, ઉજવણી શ્રદ્ધા પ્નમાણે થાય તેનો કદી પણ વિરોધ હોય શકે નહીં. સૌને આદર, વંદન માતાજી તરફ હોય તે સ્વાભાવિક છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી દશામાઁના વ્રત દરમ્યાન અમુક લેભાગુઓ, ભુવા–ભારાડી, ભૂઈમા, તકસાધુઓ, ચમત્કારિકો શ્રદ્ધાના માહોલમાં યુક્તિ, પ્નયુક્તિ, ચમત્કારો કરી છેતરપિંડી કરે છે તેનો વર્ષોનો અનુભવ હોય ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરી સખ્ત શબ્દોમાં વખોડી વિરોધ કરી ધૂણતી ઢોંગી ભૂઈમાંથી સાવધાન રહેવા અપીલ કરવામાં આવી છે.
જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે સોમવારથી દશામાઁના વ્રતનો પ્નારંભ થાય છે. દેશમાં શ્રદ્ધાપૂર્વક ધાર્મિક ઉત્સવ ઉજવવો સૌ નાગરિકોને અબાધિત અધિકાર છે. વ્રતના સ્થાપન–પુર્ણાહુતિએ શ્રદ્ધાળુઓએ આરોગ્યની જાળવણી રાખવી સૌના હિતમાં છે. કહેવાતા ચમત્કારો – પરચાઓ વિજ્ઞાનને કારણે ગાયબ થઈ ગયા છે. સાદગીથી પોતાના ઘરમાં જ ઉજવણી થાય તે જરૂરી છે. વર્ષોની લોકજાગૃતિના કારણે દશામાઁની ભૂઈમાના પરચા ઓસરતા થઈને હવે નહિંવત જોવા મળે છે. મેટ્રો શહેરમાં અમુક વિસ્તારમાં આજે પણ ધાર્મિક ઉન્માદ જોવા મળે છે તેમાં જાથા વિવેકથી કામગીરી કરે છે. તા. ૧પ મી ઓગસ્ટે જાગરણના દિવસે મૂર્તિના વિસર્જન સ્થળે પૂજન–અર્ચન કરેલ દશામાઁની મૂર્તિની અવદશા દયનીય જોવા મળે છે તેમાં ફેરફાર કરવો અતિ જરૂરી છે. પીવાના પાણીમાં કદી પણ મૂર્તિનું વિસર્જન કરવું નહિ.
વધુમાં જાથાના પંડયા જણાવે છે કે વિજ્ઞાનના કારણે પૃથ્વી ઉપર અવતારો–ચમત્કારો– પરચાઓ બંધ થઈ ગયા છે. દશામાઁની ભૂઈના પરચા બેબુનિયાદ સાબિત થયા છે છતાં પણ જાથા દર વર્ષે દશામાઁના વત્ર સમયે શ્રદ્ધાળુઅ છેતરાય નહિ તે માટે લોકજાગૃતિનું કામ કરે છે. વર્ષોના અભિયાન પછી મહ્દ અંશે સફળતા જોવા મળેલ છે.
ઉન્માદમાં ઓટ જરૂર આવી છે. દશામાઁના વ્રતના અભિયાનના જાથાના રર મા વર્ષે જાગૃતિ લાવવા જનસમાજ સમક્ષ હકિકત મુકે છે તેમાં વ્રત દરમ્યાન ર૭ર૦ મહિલાઓ ધૂણતી નજરે પડી હતી તેમાંથી છેતરપિંડી કરતી ૮૦પ ભૂઈમાઓનો પર્દાફાશ કરી ચોંકાવનારી હકિકત બહાર આવી હતી. આ વ્રતમાં ચાલાક ભૂઈમાનો છેતરપિંડીનો ધંધો થઈ ગયો છે.
તેથી જાથા વિરોધ કરે છે. દશામાના ભક્તો–શ્રદ્ધાળુઓએ આ વ્રત દરમ્યાન જાગૃતિ રાખવાનો સમય પાકી ગયો છે. દશામાના વ્રત દરમ્યાન ઢોંગી, અમુક ભૂઈમા–ભુવા, લેભાગુઓ, તકસાધુઓ હાથ–પગ, મોંમાથી કંકુ કાઢવું–નીકળવું, કંકુના પગલા, મૂર્તિ–સાંઢણીનું દૂધ પાણી પીવું, જમીનમાંથી એકાએક મૂર્તિ નીકળવી, ફળ, શાકભાજીમાં દેવ–દેવીના દર્શન થવા તેવા અવનવા ગતકડાના ચમત્કારોનું સર્જન કરી લોકોને ભરમાવવામાં કે ભીડ એકઠી કરવાના નુશ્કા જોવા મળશે. ખોટા ચમત્કારોથી પ્નભાવિત ન થવા કે અફવામાં દોરાવું નહિ તેવી જાથા અપીલ કરે છે.
વધુમાં જાથાના પંડયાએ જણાવ્યું કે આ વ્રત દરમ્યાન બનાવટી, અતાર્કિક, ચમત્કારિક યુટયુબ ઉપર થતી ચમત્કારિક કથાઓ અને વાર્તાઓ, પત્રિકાઓ, પુસ્તિકાઓ, ફિલ્મો હેતુપૂર્વક બહાર પાડી દર્શાવીને ભ્રમીત કરીને પ્નચાર અને વેચાણ કરવામાં આવે છે. વાસ્તવમાં દશામાના નામે છેતરપિંડી જ છે. શ્રદ્ધાના માહોલમાં છેતરપિંડીનું કારસ્તાન છે. દેશભરમાં શ્રાવણ માસથી કાર્તિક માસ સુધી અવનવા ભ્રામક ચમત્કારોનું સર્જન કરી લૂંટ કરવામાં આવે છે. જાથાએ નજરે જોયું છે કે ગામના કે સ્થાનિક રહેવાસીઓ જાગૃતિ રાખી પોલીસ કે સરકારી તંત્રની મદદથી અટકાવી સત્ય હકિકત નાગરિક ધર્મની રૂએ મુકી શકે છે.
દશામાનો વ્રત ઉજવવો, ધાર્મિક લાગણી રાખવી સૌનો હક્ક છે. માતાજી હંમેશા વંદનીય હોય પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી દશામાના વ્રતે જે હરણફાળ પ્નગતિ ચમત્કારના નામે અને યુક્તિ–પ્નયુક્તિના કારણે કરી છે તેનો વિરોધ છે. અમુક કથાવસ્તુ તો સાવ બોગસ, નિરાધાર, તર્કટ, બીનપાયાદાર કપોળકલ્પિત મનસ્વી મનની ઉપજથી બનાવવામાં આવેલી છે તે ભોળા, શ્રદ્ધાળુઓ ખોટું અનુસરણ કરવાથી બરબાદીને નોતરે છે તેથી સાવધાન રહેવા જાથા અપીલ કરે છે.
વિશેષમાં જાથાના જયંત પંડયાએ જણાવ્યું કે દશામાના વ્રત દરમ્યાન દેશભરમાં કરોડોનો કારોબાર જોવા મળે છે. બનાવટી, છેતરપિંડી કારોબારનો સદૈવ જાથા વિરોધ કરે છે. અજ્ઞાન, અશિક્ષિત, ભોળા, ગરીબ લોકો જ ભોગ બને છે. દશ દિવસ સુધી દશામાનું વ્રત કરનાર પરિવાર અસ્તવ્યસ્ત થઈ જાય છે. દૈનિક જીવનપદ્ધતિ ખોરવાઈ જાય છે. બાળકોનું શિક્ષણ બગડે છે. પરિવારમાં અશાંતિનો માહોલ જોવા મળે છે. અમુક પરિવાર આ વ્રત દરમ્યાન જાથાની મદદ માંગે છે. છેલ્લા ૩ર વર્ષમાં જાથાએ ધૂણતી અનેક ભૂઈમા, ઢોંગી મહિલાઓને પૂછવાથી કે તપાસવાથી એકપણ સાચી નીકળી નથી તમામ ખોટી સાબિત થઈ છે.
છેલ્લા વર્ષોમાં દશામાના વ્રત દરમ્યાન ભૂઈમાનો પતિ જ જાથાને રજૂઆત કરી પર્દાફાશનો આગ્રહ રાખે છે. અમુક પતિ તો પોતાને ધૂણીને ધબ્બો મારી માર મારે છે તેના ત્રાસની હકિકતથી જાથાને વાકેફ કરે છે. ધાર્મિકતાના કારણે લોકો મૌન રહેવાનું પસંદ કરે છે. વ્રત દરમ્યાન ભૂઈમા પોતાની શેરી, ઘર આસપાસ રહીશોને બેહદ ત્રાસ આપી ઢોલ–નગારા, ધૂપ–ધુમાડા, ઘોંઘાટ, ધુણવું, અબીલ–ગુલાલ ઉડાડવો, માનસિક ત્રાસ આપી હેરાન કરતા હોવાની હકિકત જાથાને આપવામાં આવે છે જેથી લોકોએ સ્વયંભુ વિરોધ કરી પરિસ્થિતિ પ્નમાણે કાયદાનું અનુસરણ કરવું જોઈએ. રજૂઆત સાચી હોય તો પોલીસ તંત્ર વાસ્તવમાં નાગરિકને મદદરૂપ થાય છે.
જાથાના પંડયા જણાવે છે કે દશામાના વ્રતની સમાપ્તિ–પુર્ણાહુતિએ માતાજીની મૂર્તિઓ પીવાના પાણીમાં પધરાવી નહિ. પીવાના ડેમ, ચેક ડેમ, નદી–નાળામાં મૂર્તિઓ પધરાવવાથી પાણી પ્નદુષિત થશે. પાણીજન્ય રોગનો ભોગ લોકો ન બને તે માટે મૂર્તિઓને ખાસ જગ્યાએ પધરાવવા જાથા અનુરોધ કરે છે. છેલ્લા કેટલાક વર્ષથી જાથાના પ્નયાસથી દશામાની ભૂઈમાઓએ ધૂણવાનું સ્વયંભુ બંધ કરી ત્રાસ ઓછો આપે છે.
રાજયમાં જિલ્લા મથકોએ કાર્યવાહક સમિતિ બનાવી છે તે વ્રતના દશ દિવસ સુધી ઢોંગી ભૂઈ–ભુવા, લેભાગુઓ ઉપર નજર રાખશે. છેતરપિંડીના પુરાવા અને ફરિયાદીની મદદથી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે. સ્થાનિક લોકોએ સાક્ષી–પુરાવામાં મદદરૂપ થવું પડશે. જાથા તટસ્થ ન્યાયસુસંગત જ કાર્યવાહી ખરાઈ કરીને જ કરશે. અમુક કિસ્સામાં જાથાની જાણ બહાર કે સંસ્થાનું નામ લઈ વ્રત દરમ્યાન કોઈ વિક્ષેપ, ડરાવે, ધમકાવે તો સાવધાન રહેવું. જાથા ધાર્મિક ઉજવણીમાં સ્થળ ઉપર જતું નથી કે વિક્ષેપ કરતું નથી. જાથા કદી કોઈની લાગણી દુભાવતું નથી. જાથાના નામે ફોન, રૂબરૂ કે મોબાઈલ આવે તો ખરાઈ કરવા અપીલ કરવામાં આવે છે. અમુક હિતશત્રુઓ જાથાને બદનામ કરવા જે પ્નયાસો કરે છે તેને વખોડવામાં આવે છે.
રાજયમાં સોમવારથી વ્રતની શરૂઆત હોય જિલ્લા રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, ખેડા, આણંદ, નડિયાદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, નવસારી, વલસાડ, વાપી, રાજપીપળા, હિંમતનગર, છોટાઉદેપુર, મોડાસા, દાહોદ, પંચમહાલ, મહિસાગર, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી, બોટાદ, ભાવનગર, ગિર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, જિલ્લા–તાલુકા મથકોએ કાર્યવાહક કમિટી બનાવી છે તેને વડી કચેરી તપાસ કરીને જ સ્થળ ઉપર ઢોંગી ભૂઈના પાસે મોકલાવામાં આવશે. ધાર્મિક વ્રતમાં કોઈપણ પ્નકારનો જાથા વિક્ષેપ કરતું નથી. શ્રદ્ધાળુઓની લાગણીને ધ્યાનમાં રાખવામાં આવે છે.
જાથાના સદસ્યો નાથાભાઈ પીપળીયા, પ્નમોદભાઈ પંડયા, દિનેશભાઈ હુંબલ, નર્મળિ મેત્રા, નર્ભયિ જોશી, વિનોદભાઈ વામજા, રાજુભાઈ યાદવ, ભક્તિબેન રાજગોર, ભાનુબેન ગોહિલ, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, હર્ષાબેન પંડયા અને શાખાઓના કાર્યકરો સંકલન કરી શ્રધ્ધાની આડમાં છેતરાય નહિ તે સંબંધી જાગૃતિ કેળવવાના છે.
રાજયમાં દશામાના વ્રત દરમ્યાન ધૂણીને ઢોંગ કરતી ભ્રામક પ્નચાર કરતી ભૂઈમાઓ વિશે માહિતી મો. ૯૮રપર ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા કાર્યાલય મંત્રી અંકલેશ ગોહિલની યાદીમાં જણાવાયું છે.