Thursday, October 31, 2024
HomeFeature૩૦ જુલાઈના રોજ માળિયા ખાતે યોજાનાર મેડિકલ કેમ્પમાં માનસિક દિવ્યાંગતા સર્ટિફિકેટ નીકળી...

૩૦ જુલાઈના રોજ માળિયા ખાતે યોજાનાર મેડિકલ કેમ્પમાં માનસિક દિવ્યાંગતા સર્ટિફિકેટ નીકળી શકશે નહીં

મેડિકલ સર્ટિફિકેટ માટેના આ કેમ્પમાં સાયકોલેજીસ્ટ ઉપ્લબ્ધ ન હોવાથી મનોદિવ્યાંગ સિવાયના દિવ્યાંગોને લાભ લેવા અનુરોધ

મોરબી જિલ્લાના દિવ્યાંગજનો માટે સિવિલ હોસ્પિટલ મોરબી, તેમજ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા દિવ્યાંગજનો માટે તારીખ ૩૦/૦૭/૨૦૨૪ ના રોજ સવારે ૧૦.૩૦ થી ૦૧.૦૦ દરમિયાન સામૂહિક આરોગ્ય કેન્દ્ર – માળીયા ખાતે યોજાનાર મેડિકલ કેમ્પમાં ક્લિનિક સાયકોલોજીસ્ટ ઉપ્લબધ ન હોવાથી માનસિક દિવ્યાંગતાના સર્ટિફિકેટ નીકળી શકશે નહીં

બાકી આ કેમ્પમાં સાયક્રાટીક  ડૉ. પ્રજ્ઞાબેન સોરાણી અને ડૉ. દીપ ભાડજા, ઓર્થોપેડિક સર્જન ડૉ.પૂર્વ પટેલ, ડૉ.દિવ્યેશ જેતપરિયા, ડૉ.પાર્થ કણસાગરા અને ડૉ.સાગર હાંસલિયા, કાઉન્સેલર  ભાવેશ છાત્રોલા, ડી.ઇ.ઓ.  દિવ્યેશ સીતાપરા સહિત નિષ્ણાંતો પૂર્વ આયોજન અનુસાર સેવા આપશે.

મોરબી જિલ્લાના મનોદિવ્યાંગ સિવાય તમામ દિવ્યાંગજનોને મેડિકલ સર્ટિફિકેટ કઢાવવા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. 

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!