વરસાદ વિરામ લે અને પાણી ઓસરે તેની રાહ જોવાઇ રહી છે. આવામાં હવામાન વિભાગની આજની નવી આગાહી સામે આવી છે. આજે શુક્રવારે સાંજે 7થી રાતના 10 વાગ્યા સુધીની વરસાદની આગાહી સામે આવી છે.

રાજ્યના ઘણા ભાગોમાં સતત પડી રહેલા ધોધમાર વરસાદને પગલે ખરાબ સ્થિતિ જોવા મળી રહી છે. નદી-નાળા છલકાતા અને ભયજનક સપાટી વટાવતાં રહેણાક વિસ્તારો સંકટમાં મૂકાયા છે. નવસારીમાં પૂર્ણા નદીના રૌદ્ર સ્વરૂપના લીધે અનેક વિસ્તારો પાણીમાં જોવા મળી રહ્યા છે અને ઘણા લોકોને પોતાનો ઘર છોડી સ્થળાંતર કરવાનો વારો આવ્યો છે.

આવામાં વરસાદ વિરામ લે અને પાણી ઓસરે તેની રાહ જોવાઇ રહી છે. આવામાં હવામાન વિભાગની આજની નવી આગાહી સામે આવી છે. આજે શુક્રવારે સાંજે 7થી રાતના 10 વાગ્યા સુધીની વરસાદની આગાહી સામે આવી છે.

આજે રાત્રે 10 વાગ્યા સુધી રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 17 જિલ્લામાં ઓેરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે 16 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

જે જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલીનો સમાવેશ થાય છે.

જ્યારે કચ્છ, પાટણ, મેહસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે, રાજ્યમાં 12 કલાકમાં 75 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યાં 4 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. તાપીના ઉચ્છલમાં 2.5 ઈંચ, કુકરમુંડામાં 1.5 ઈંચ, નિઝરમાં 1 ઈંચ, સુબિર અને સોનગઢમાં 1 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે શહેરા, ધંધુકા, લુણાવાડામાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે.













