મળતી મહીતિ મુજબ વાંકાનેરના મેસરિયા ગામે જૂથ સેવા સહકારી મંડળીમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી સમયે થયેલ મારામારી મામલે સામી ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસમાં નોંધાઈ છે જેમાં દેવકુભાઈ જગુભાઈ ધાંધલ એ ફરિયાદ નોંધવી છે કે મેસરિયા જૂથ સેવા સહકારી મંડળીના પ્રમુખ પદની વરણીની મીટીંગમાં મતદાન બાબતેના મનદુઃખના કારણે બનેલ મારામારીના બનાવનો ખાર રાખીને હિરુબેન ધીરુભાઈ રાઠોડ, રોહિતભાઈ ભગાભાઈ સાંકળીયા, વનરાજભાઈ ધીરુભાઈ રાઠોડ,ગોપાલભાઈ છગનભાઈ રાઠોડ, રમેશભાઈ ઉર્ફે ખડો બાબુભાઈ ભૂસડીયા, પ્રકાશભાઈ તેજાભાઈ સાકરિયા, વિનુભાઈ કેશાભાઇ ભૂસડીયા એ દેવકુભાઈની સ્વીફ્ટ કાર જીજે ૧૩ એએમ ૮૮૨૫ ગાડીમાં પથ્થર થી તોડફોડ કરી ગાડી ઉપર જવલનશીલ પ્રવાહી છાંટીને આખી ગાડી સળગાવી દઈ રૂ.૪,૦૦,૦૦૦ નું નુકશાન કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. (Photo & Report : Ajay Kanjjya)