Sunday, October 13, 2024
HomeFeatureસોલાર પેનલ હવે ટ્રેનોને પણ ‘પાવર’આપશે : ડબ્બાના એસી તથા પંખા સૌર...

સોલાર પેનલ હવે ટ્રેનોને પણ ‘પાવર’આપશે : ડબ્બાના એસી તથા પંખા સૌર ઉર્જાથી ચલાવાશે

પર્યાવરણને ફાયદો થવા ઉપરાંત ટ્રેનોમાં વધારાના કોચ જોડી શકાશે

ભારતીય રેલ્વેનો ભારતીય લોકો ખૂબ વપરાશ કરે છે પછી તે માલ પરિવહન માટે હોય કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે હોય તેથી ટ્રેનને દરરોજ ખૂબ ડીઝલની અને પાવરની જરૂર પડે છે હવે તેમાં પણ સોલાર પેનલનો ઉપયોગ કરવામાં આવશે જેથી ડીઝલની અને વિજળીની બચત થશે. રેલ્વેને અને પર્યાવરણને આનાથી ખૂબ ફાયદો થશે.

ટ્રેનોના કોચ પર સોલાર પેનલ લગાવવામાં આવશે. આ પેનલથી ઉત્પન્ન થતી વીજળીથી કોચમાં લાઈટ, એસી અને પંખા પણ ચલાવવામાં આવશે. દેશની ઉત્તર રેલવેમાં તેની ટ્રાયલ કરવામાં આવી છે. હવે નોર્થ ઈસ્ટ, રેલવે સહિત અન્ય ઝોનમાં સોલાર પેનલનો ઉપયોગ શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

ઉત્તર- પૂર્વ રેલવેની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી છે.  સ્ટેશન પરિસર, ઓફિસો અને કોલોનીઓમાં સોલાર પેનલ લગાવ્યા બાદ હવે ટ્રેનોમાં સૌર ઉર્જાનો ઉપયોગ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. 

રેલ્વે બોર્ડના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર ઉત્તર રેલવેની કેટલીક પેસેન્જર ટ્રેનોના કોચમાં લાઇટ અને પંખા માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં પાંચ ડઝન કોચમાં સોલાર પેનલ લગાવવામાં આવી છે. આ પૈકી દિલ્હીની શકુરબસ્તી ડેમુ, તમિલનાડુ જન શતાબ્દી એક્સપ્રેસ અને અન્ય બે ટ્રેનોના પાંચ ડઝન કોચમાં સોલાર પેનલનું ટ્રાયલ સફળ રહ્યું છે.

બોગીઓમાં સોલાર પેનલ લગાવવાથી ત્રણ ફાયદા થશે. સૌથી પહેલા જનરેટર્સમાં વપરાતા ડીઝલથી બચત થશે.  બીજું, જનરેટર્સ કોચ હટાવવાથી દરેક ટ્રેનમાં બે વધારાના પેસેન્જર કોચ ફીટ કરી શકાશે. આ સાથે મુસાફરોને   જનરેટર્સના અવાજથી પણ મુક્તિ મળશે.  આટલું જ નહીં જનરેટર્સમાથી દરરોજ ધુમાડો નીકળવા અને બ્રેકડાઉન જેવી ઘટનાઓ બને છે.  આવી સ્થિતિમાં તેને દૂર કરવાથી આ સમસ્યામાંથી પણ રાહત મળશે.

એચ.એચ.બી રેન્કવાળી ટ્રેનોમાં, બોગીઓને પાવર સપ્લાય માટે જનરેટર્સ કોચ સ્થાપિત કરવામાં આવે છે.  ગોરખપુરથી દિલ્હીની મુસાફરીમાં જનરેટર્સ બે હજાર લિટર ડીઝલ વાપરે છે.

હાલમાં ટ્રેનનોના કોચમાં પાવરની સપ્લાય કરવામાં માટે ત્રણ પ્રકારની સિસ્ટમ વાપરવામાં આવે છે જેમાં એલએચબી રેન્કવાળી કોચમાં જનરેટર્સ કોચ લગાવવામાં આવે છે બીજુ સિસ્ટમમાં 22 કોચની ટ્રેન માટે બે જનરેટર્સની જરૂર પડે છે. કેટલીક ટ્રેનોમાં એચઓજી એન્જિન લગાવવામાં આવ્યા છે. જેના કારણે માત્ર એક જનરેટર્સથી પણ કામ થઈ શકે છે.

આ સિસ્ટમનું એન્જિન પોતે જ કેટલાક કોચને જરૂરી પાવરની સપ્લાય કરે છે. ત્રીજી સિસ્ટમ પરંપરાગત કોચની રેન્કમાં છે, જે ટ્રેન દોડતી વખતે ઉત્પન્ન થતી વીજળીમાંથી બેટરી ચાર્જ કરીને કામ કરે છે. જેવી ટ્રેનોની સ્પીડ ઓછી થાય છે કે તરત જ એસી પંખા ધીમા પડવા લાગે છે અથવા બંધ થઈ જાય છે.

ટ્રેનમાં સોલાર પેનલ લગાવવામાં આવશે જેથી આ તમામ પ્રકારની લાઈટને લગતી સમસ્યાઓ હલ થશે સાથે સાથે ગ્રીન હાઉસ ગેસથી અને ડીઝલનો વપરાશ પણ ઓછો થશે જેથી પર્યાવરણને ડબલ ફાયદો થશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!