તમે પણ મેસેજિંગ પ્લેટફોર્મ માટે ટેલિગ્રામ એપનો ઉપયોગ કરો છો તો સાવધાન થવાની જરૂર છે. જો કે આ એપથી એક એવી વાતની જાણ થઇ છે જે તમારા માટે ખાસ છે.

આમ, તમે આ વાતને ઇગ્નોર કરશો તો તમને ભારે નુકસાન થઇ શકે છે. આ એપમાં એક ખામીની જાણ થઇ છે જેનાથી હેકર્સ તમને ખતરનાક ફાઇલ્સ તમને મોકલી શકે છે. આ ફાઇલ્સ વીડિયોની જેવી દેખાય છે પરંતુ અસલમાં આ માલવેર છે જે તમારા માટે ખતરનાક સાબિત થઇ શકે છે.

આ વાતને લઇને ESET રિસર્ચે મોટો ખુલાસો કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે યુઝર્સને તરત કેટલાંક પગલાં ઉઠાવવા જોઇએ અને એપ અપડેટ કરી લેવી જોઇએ.

આ એપ ડાઉનલોડ કરવી ખતરનાક
સાઇબર સિક્યોરિટી રિસર્ચ અનુસાર હેકર્સ EvilVideo નામનાં મેલવેરનો ઉપયોગ કરી રહ્યાં છે અને 30 સેકન્ડનાં વીડિયોનાં રૂપમાં એક ખતરનાક ફાઇલ મોકલે છે. આ ફાઇલ્સ ટેલીગ્રામ પર ગ્રુપ તેમજ પ્રાઇવેટ ચેટ પર સેન્ડ કરવામાં આવી રહી છે. આટલું જ નહીં, વધારે ખતરનાક તો એ છે કે કોઇની પાસે ઓટોમેટિક ડાઉનલોડ ઓન છે તો ફાઇલ ચેટ ખોલતાંની સાથે ડાઉનલોડ થઇ જશે.

ભૂલથી આ ભૂલ ના કરો
જ્યારે યુઝર્સ આ ફાઇલને ઓપન કરે છે તો ટેલીગ્રામ પર દેખાય છે કે આ વીડિયો નથી ચાલી રહ્યો, પરંતુ આને કોઇ તેમજ બીજા એપથી પ્લે કરી શકે છે. આમ, તમે બીજી એપમાં વીડિયો ચલાવવા માટે Allow કરો છો તો આ હાનિકારક એપ ઇન્સ્ટોલ કરી લે છે.

આ એ એપ હશે જે તમારા માટે જોખમ ઉભુ કરી શકે છે. હેકર્સ તમને સરળતાથી આમાં ફસાવી શકે છે. ત્યારબાદ ડેટા ચોરાઇ જાય છે અને સાથે બીજું પણ અનેક ઘણું નુકસાન થઇ શકે છે.

આમ, તમે ટેલીગ્રામ પર લેટેસ્ટ વર્ઝન અપડેટ કર્યું તો નથી તરત પહેલાં આ કામ કરી દો. આ સાથે કોઇ પણ અજાણી એપ ડાઉનલોડ કરશો નહીં. (નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. આ વિશે એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.













