Monday, December 2, 2024
HomeFeatureટંકારા તાલુકાનો બંગાવડી ડેમ ૮૦ % ભરાઈ ગયો

ટંકારા તાલુકાનો બંગાવડી ડેમ ૮૦ % ભરાઈ ગયો

નદીના પટમાં અવર જવર ન કરવા સૂચના

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના બંગાવડી ગામ પાસે આવેલા બંગાવડી ડેમની ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની આવક ચાલુ હોય ડેમની સંગ્રહશક્તિના ૮૦ ટકા ડેમ ભરાઈ ગયેલ છે.

તેમજ ડેમની ઉપરવાસમાં પાણીની આવક ચાલુ છે તો ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થવાની શક્યતા હોય ડેમની હેઠવાસમાં બંગાવડી ગામ તેમજ જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના ટીંબડી, રશનાળ ગામના લોકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા તેમજ માલ-મિલકત તથા નદીના પટમાં ન જવા દેવા તેમજ સાવચેત રહેવા બંગાવડી સિંચાઈ યોજનાના સેક્શન ઓફિસર દ્વારા સૂચના આપવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!