ગેરરીતિની ફરિયાદો બાદ ઉદ્યોગ મંત્રીની કડક સુચના
ગુજરાતમાં કેટલાંક વખતથી ‘બનાવટી’ ઓફિસરોથી માંડીને કચેરી-હોસ્પિટલો પકડાવાનો સિલસિલો છે અને નીતનવા ગોટાળા ખુલી રહ્યા છે ત્યારે ઉદ્યોગો માટેની સબસીડી સ્કીમમાં પણ વ્યાપક ગેરરીતિની શંકાના આધારે ચકાસણી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
રાજયના ઉદ્યોગપતિ બળવંતસિંહ રાજપૂતે ખાસ કરીને પર્યાવરણ ઈન્ફ્રાસ્ટ્રકચર કેપીટલ સબસીડી સહિતની વિવિધ સ્કીમમાં ગેરરીતિ-કૌભાંડની ફરિયાદોના આધારે સબસીડી દાવાઓમાં ફીઝીકલ ચકાસણી કરવાનો આદેશ આપ્યો છે.
ઉદ્યોગોને વિવિધ સ્કીમોમાં સબસીડી મંજુર કરવાના અધિકારો બાદ ઉદ્યોગવિભાગ વધુ સાવધ થયો છે. સબસીડી અરજીઓને મંજુરી આપતા પુર્વે તેની યોગ્ય સ્ક્રુટીની કરવાની સૂચના આપવામાં આવી છે.
સબસીડીમાં ગેરરીતિના કેસો વિશે હજુ ફ્રોડ પડયો નથી પરંતુ આવા કેસો ખુલે તો તીવ્ર પ્રત્યાઘાતો પડી શકે છે.