મોરબીની સીટી મામલતદાર ઓફિસે આધારકાર્ડ, રાશનકાર્ડની કામગીરીમાં અત્યંત વિલંબ થતો હોવાથી લોકોની ભારે ભીડ વધી જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, અનેકવાર ધક્કા ખાવા છતાં કામ ન થતા આજે લોકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. લોકોએ મામલતદાર કચેરીનો ઘેરાવ કરી આ બાબતની રજૂઆત કરી હતી.