એલોન મસ્ક, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પરના તેમના સ્પષ્ટવક્તા મંતવ્યો માટે જાણીતા છે, તાજેતરમાં તેમના માઇક્રો બ્લોગિંગ એકાઉન્ટ પર એક વિડિઓ શેર કર્યો છે જેણે મનોરંજનને વેગ આપ્યો છે. એઆઈ એનિમેશન ટેકનિકનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ આ વિડિયોમાં વિશ્વના નેતાઓ અને અગ્રણી વ્યક્તિઓનો ફેશન મોડલ્સની જેમ વીડિયો બનાવવામાં આવ્યો છે.
વિડિયોમાં દર્શાવવામાં આવેલા લોકોમાં યુનાઇટેડ સ્ટેટ્સના પ્રમુખ જો બાઇડન ઉપરાંત ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ ઉન, યુનાઇટેડ સ્ટેટ્સના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ભૂતપૂર્વ યુએસ પ્રમુખ બરાક ઓબામા, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુટિન, ચીનના પ્રમુખ શી જિનપિંગ, મેટાના સીઈઓ (અગાઉ ફેસબુક)માર્ક ઝકરબર્ગ, એલોન મસ્ક પોતે, યુનાઇટેડ સ્ટેટ્સ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર નેન્સી પેલોસી સહિતના નેતાઓ વીડિયો દેખાઈ છે. દરેક નેતાને અલગ અને વૈવિધ્યસભર પોશાકમાં દર્શાવવામાં આવ્યા છે.
વિડિયોએ શેર કર્યાની માત્ર 30 મિનિટમાં જ 1 મિલિયનથી વધુ વ્યૂઝ મેળવ્યા. ત્યારથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોનું ધ્યાન આકર્ષિત કરવાનું અને ટિપ્પણી મેળવવાનું ચાલુ રાખ્યું છે, ઘણા વપરાશકર્તાઓ એઆઈ-જનરેટેડ ઉત્પાદન પાછળની સર્જનાત્મકતા અને તકનીકી કૌશલ્યથી આશ્ચર્યચકિત છે. અગાઉ 20 જુલાઈના રોજ, એલોન મસ્કએ એકસ પર એક વીડિયો શેર કર્યો હતો જેણે ઑનલાઇન ચર્ચા જગાવી હતી. એઆઈ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ વિડિયો, તાજેતરની ચૂંટણીઓ સાથે જોડાયેલી એક કાલ્પનિક કથાનું ચિત્રણ કરે છે, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ, જો બાઇડેન, બરાક ઓબામા અને માર્ક ઝુકરબર્ગ જેવી અગ્રણી વ્યક્તિઓનું એનિમેટેડ નિરૂૂપણ દર્શાવવામાં આવ્યું હતું.