વાંકાનેર તાલુકાના મેસરીયા ગામમાં સહકારી મંડળી ની પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણીમાં બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો જેમાં બે વ્યક્તિઓ ઘાયલ થયા હતા. ત્યારબાદ વાતાવરણમાં ભારે તંગ થઈ ગયું હતું અને ટોળાએ એક ગાડીમાં આગ ચાપી દીધી હતી.
આ ઘટના ની જાણ થતા વાંકાનેર તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ટોળુ વિખેર્યુ હતું.ઘાયેલોને વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા હતા