Tuesday, February 11, 2025
HomeFeatureમોરબી: સંકલન બેઠકમાં પ્રજાની સમસ્યાઓને સમય મર્યાદામાં નિવારવા કલેક્ટર  દ્વારા આદેશ કરાયો

મોરબી: સંકલન બેઠકમાં પ્રજાની સમસ્યાઓને સમય મર્યાદામાં નિવારવા કલેક્ટર  દ્વારા આદેશ કરાયો

વીજળી, પાણી, સિંચાઈ, ટ્રાફિકની સમસ્યા તેમજ વરસાદી પાણીના નિકાલ વગેરે મુદાઓ અંગે સમીક્ષા કરાઈ

મોરબી જિલ્લા કલેક્ટર  કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી.

આ બેઠકમાં રાજ્યસભાના સાંસદ  કેશરીદેવસિંહજી ઝાલા, ધારાસભ્યસર્વ  દુર્લભજીભાઈ દેથરીયા, કાંતિભાઈ અમૃતિયા, પ્રકાશભાઈ વરમોરા, જીતુભાઈ સોમાણી તેમજ મેઘજીભાઈ ચાવડા સહિતના પદાધિકારીઓ દ્વારા વીજળી, પાણી, સિંચાઈ, વાંકાનેર સર્કિટ હાઉસ બનાવવા, વાંકાનેરમાં પીજીવીસીએલની નવી ઓફિસ બનાવવા, જિલ્લામાં ટ્રાફિકની સમસ્યા નિવારવા, નેશનલ હાઇવે પર વરસાદી પાણીના નિકાલ, પાક વીમાની ચુકવણી બાબતે તેમજ વાંકાનેર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પૂરતા મહેકમ બાબતે અંગેના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.

આ પ્રશ્નો અંગે જરૂરી સમીક્ષા કરી જિલ્લા કલેકટર દ્વારા સંબંધિત વિભાગોને સમય મર્યાદામાં યોગ્ય કાર્યવાહી કરવા તેમજ પ્રજાને પડતી સમસ્યાઓને પણ તાત્કાલિક ધોરણે નિવારવા સૂચના આપવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી  જે.એસ. પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક  રાહુલ ત્રિપાઠી, નાયબ વન સંરક્ષક  ચિરાગ અમીન, નિવાસી અધિક કલેક્ટર  એસ.જે. ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક  એન.એસ. ગઢવી, વાંકાનેર પ્રાંત અધિકારી  સિદ્ધાર્થ ગઢવી, મોરબી પ્રાંત અધિકારી  સુશીલ પરમાર, હળવદ પ્રાંત અધિકારી  ધાર્મિક ડોબરીયા સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારી ઓ અને વિવિધ કચેરીઓના વડા ઉપસ્થિત રહ્યા હતાં.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!