હરામીનાળા ખાડી પાસે પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે બની ઘટના
કચ્છમાં હરામીનાળા ખાડી ક્ષેત્રમાં પાકિસ્તાન સીમાએ પેટ્રોલીંગ દરમિયાન લૂ લાગવાથી ડિહાઈડ્રેશન થઈ જતા બીએસએફ અધિકારી અને બીએસએફના જવાનનું મૃત્યુ થયું હતું.
હરામીનાળા ખાડી ક્ષેત્રમાં સેનાની ટૂકડી પેટ્રોલીંગ માટે નીકળી હતી. પરંતુ પેટ્રોલીંગ દરમિયાન સીમા સુરક્ષા દળના એક અધિકારી અને એક જવાનનું લૂ લાગવાથી ડિહાઈડ્રેશન થઈ જવાથી મોત થયું હતું.
ઉલ્લેખનીય છે કે, બન્ને ઝીરો લાઈન પર પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે જ લૂ લાગવાથી બેભાન થઈ ગયા હતા. બન્નેને સારવાર માટે ભુજના એક સ્વાસ્થ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન મોત થયા હતા.