મોરબીમાં થોડા દિવસના વિરામ બાદ આજે મોરબીમાં દિવસના અસહ્ય ગરમીનું વાતાવરત હતું જયારે સાંજે 7 વાગ્યાથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. મોરબીમાં ગાજ વીજ સાથે અનરાધાર વરસાદ વરસ્યો હતો.
સમગ્ર શહેરના રસ્તાઓ જાણે નદી વહી રહી હોઈ તેમ સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું. સાંજે 7 થી 10 વચ્ચે અંદાજે 1.5 ઇંચ જેવો વરસાદ વરસી ગયો હતો. શ્રીકાર વર્ષાથી લોકોને ભારે ગરમીમાંથી રાહત મળી હતી.