વિશ્વભરના વિન્ડોઝ (Windows) યુઝર્સ આજે તેમના કમ્પ્યુટર અને લેપટોપમાં ડ્રેડેડ બ્લ્યુ સ્ક્રીન ઓફ ડેથ (BSOD) એરરનો સામનો કરી રહ્યા છે. જો તમારા વિન્ડોઝ કમ્પ્યુટર કે લેપટોપમાં આ એરર દેખાય છે, તો આ રીતે કરો ઠીક.
વિશ્વભરના વિન્ડોઝ (Windows) યુઝર્સ આજે તેમના કમ્પ્યુટર અને લેપટોપમાં ડ્રેડેડ બ્લ્યુ સ્ક્રીન ઓફ ડેથ (BSOD) એરરનો સામનો કરી રહ્યા છે. આ એરરના કારણે તેમના કમ્પ્યુટર્સ અચાનક જ આપોઆપ શટડાઉન અને રિસ્ટાર્ટ થઇ જાય છે. ત્યારે માઈક્રોસોફ્ટે આ ઈશ્યુને તાજેતરમાં કરવામાં આવેલી ક્રાઉડસ્ટ્રાઇક અપડેટમાં આવેલી ભૂલ ગણાવી છે.
કેમ થઇ રહ્યું છે આવું?
ક્રાઉડસ્ટ્રાઇક એન્જીનિયરિંગે આ ભૂલ સ્વીકારતાં કહ્યું છે કે, “ક્રાઉડસ્ટ્રાઈક એન્જીનિયરિંગે આ ઈશ્યુ સાથે સંબંધિત કન્ટેન્ટ ડિપ્લોયમેન્ટને ઓળખી કાઢ્યું છે અને તેના ચેન્જીસ પરત લઇ લેવામાં આવ્યા છે.” જણાવી દઈએ કે ક્રાઉડસ્ટ્રાઈકના આ બગના કારણે દુનિયાભરની ઘણી કંપનીઓ, બેંકો અને સરકારી ઓફિસોના કામકાજમાં અવરોધ પેદા કર્યો છે. પરિણામે આ સમસ્યાથી ઘણી જરૂરી સેવાઓ અને દૈનિક કામ પર અસર પડી છે.
ત્યારે જો તમે પણ આજે આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો ક્રાઉડસ્ટ્રાઇકે તેનો ઉકેલ પણ જણાવ્યો છે, જે તમને આ સમસ્યાથી બહાર આવવામાં મદદ કરશે. આ ઉપાય નીચે મુજબ છે.
વિન્ડોઝને સેફ મોડમાં અથવા વિન્ડોઝ રિકવરી એન્વાયર્મેન્ટમાં બુટ કરો (સેફ મોડમાં એન્ટર થવા માટે F8 દબાવો અથવા Shift + F8 દબાવો).તમારા કમ્પ્યુટરના એક નિશ્ચિત ફોલ્ડરમાં જાઓ: C:\Windows\System32\drivers\CrowdStrike“C-00000291*.sys” નામની ફાઈલ શોધીને તેને ડીલીટ કરો.હવે તમારા કમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરો.BSODને STOPથી પણ ઓળખવામાં આવે છે. આ સમસ્યા ત્યારે થાય છે, જ્યારે કોઈ બગ કે વાયરસ વિન્ડોઝને બંધ કે રિસ્ટાર્ટ કરે છે. જેના કારણે સ્ક્રીન પર એક મેસેજ જોવા મળે છે, જે લખ્યું હોય છે કે, “Windows has been shut down to prevent damage to your computer”. જણાવી દઈએ કે, આ ઈશ્યુ હાર્ડવેર અને સોફ્ટવેર બંનેની સમસ્યાથી પેદા થઇ શકે છે.
જો તમે તાજેતરમાં જ નવું હાર્ડવેર એડ કર્યું હોય, તો PCને શટડાઉન કરો અને હાર્ડવેરને રીમુવ કરીને રિસ્ટાર્ટ કરો.જો તમને PC રિસ્ટાર્ટ કરવામાં સમસ્યા આવી રહી હોય, તો તમે સેફ મોડમાં તમારું PC સ્ટાર્ટ કરી શકો છો.લેટેસ્ટ અપડેટ્સ ચેક કરીને ખાતરી કરો કે તમારી વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ ઉપડેટેડ હોય, આ માટે સેટિંગ્સમાં જાઓ, હવે અપડેટ & સિક્યોરિટીમાં જઈને વિન્ડોઝ અપડેટ્સ પર ક્લિક કરો.
જો ઈશ્યુ હજી પણ હોય તો એરર થઇ તે પહેલાની પરિસ્થિતિમાં વિન્ડોઝને રીસ્ટોર કરો. આ માટે કંટ્રોલ પેનલમાં જાઓ, અહીં સિસ્ટમ એન્ડ સિક્યોરિટીમાં જાઓ, બાદમાં સિસ્ટમ પર ક્લિક કરો અને તેમાં સિસ્ટમ પ્રોટેક્શનમાં જઈને સિસ્ટમ રીસ્ટોર પર ક્લિક કરો.
જો ઉપર જણાવેલ કોઈપણ સ્ટેપથી તમને મદદ ન મળે, તો Get Help એપમાં બ્લ્યુ સ્ક્રીન ટ્રબલશૂટર ટ્રાય કરો.આ માટે વિન્ડોઝમાં Get Help ઓપન કરો.Get Helpમાં જઈને “Troubleshoot BSOD error” ટાઈપ કરો.હવે Get Helpમાં આપવામાં આવેલા સ્ટેપ્સ ફોલો કરો.