ગુજરાતમાં હાલ ચોમાસું બરાબરનું જામ્યું છે, એમાંય સૌરાષ્ટ્રમાં તો ભારે વરસાદ થઈ રહ્યો છે.
પોરબંદર જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં 20 ઈંચ જેટલો ભારે વરસાદ થયો છે.
ગઈકાલે તા.૧૮ ના રોજ ૩૫૦ મીમી અને તા.૧૯ ના રોજ સાંજના છ વાગ્યા સુધીમાં ૨૧૫ મીમી વરસાદ થયો છે. આમ ૩૬ કલાકમાં ૫૬૫ મીમી વરસાદ પડ્યો છે.
જેનાપગલે જનજીવન પ્રભાવિત થતા જિલ્લા વહીવટ તંત્રની ટીમોએ ગઈ રાતથી આજે દિવસ દરમિયાન ફિલ્ડમાં રહીને રેસ્ક્યુ સહિતની કામગીરી કરી હતી.