જી.એમ.ઈ. આર.એસ. મેડિકલ કોલેજ સહિતની મેડિકલ કોલેજની ફીમાં ચાલુ વર્ષથી વધારો કરવામાં આવ્યો હતો તેમાંથી નજીવો ઘટાડો કરવામાં આવેલ છે ત્યારે ગઇકાલે મોરબીના સંપૂર્ણ ફી વધારો પાછો ખેંચવાની માંગ સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા મોરબીની મેડિકલ કોલેજ પાસે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા
વિદ્યાર્થીઓએ ફી ભરવા માટે લોકો પાસેથી ભીખ માંગી હતી. અને સરકારે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને ફી ઘટાડાની લોલોપોપ આપી હોવાનો આક્ષેપ કર્યો છે.
મોરબી સહિત ગુજરાતમાં ઘણા વિદ્યાર્થીઓ દ્વારા ધો 12 સાયન્સના પરિણામ પછી મેડિકલમાં અભ્યાસ કરવા માટે તૈયારીઓ કરવામાં આવી હતી જો કે, વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતામાં સરકારે વધારો કરેલ છે કેમ કે, જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજની ફી માં વાલીઓની કમર તોડી નાખે તેવો ફી વધારો કરવામાં આવ્યો હતો જેનો વિરોધ કરવામાં આવતા નજીવો ઘટાડો કરવામાં આવેલ છે.
જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા મોરબીની મેડિકલ કોલેજ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીના વાલી ભાવેશભાઈ મકવાણાએ જણાવ્યુ હતું કે, હોશિયાર વિદ્યાર્થીઓની સામે જે અન્યાય ગુજરાતમાં કરવામાં આવી રહ્યો છે તેના લીધે ઘણા વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સપનું સાકાર નહીં થાય તે નિશ્ચિત છે.
મોરબીના મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ આજે મોરબીના રેલ્વે સ્ટેશન પાસે આવેલ મેડિકલ કોલેજે પહોચ્યા હતા અને જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજની ફી માં જે વધારો ચાલુ વર્ષથી કરવામાં આવ્યો હતો તે ડી વધારો સંપૂર્ણ પાછો ખેંચવાને બદલે સરકારે ત્રણ લાખની જગ્યાએ 3.75 લાખ સરકારી કવોટા માટે અને મેનેજમેંટ કવોટામાં 9 લાખની બદલે 12 લાખ ફી કરી છે જેથી ફી માં વધારો યથાવત છે.
આ ફી વધારો પણ પાછો ખેચવામાં આવે તેવી માંગ કરી હતી અને સરકારની વિરોધમાં સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. ફીમાં ઘટાડો કર્યો હોવાનું કહીને સરકારે મેડિકલના વિદ્યાર્થીઓને લોલિપોપ આપેલ છે. અને ફીમાં વધારો થયેલ છે તેને સંપૂર્ણ પાછો લેવામાં આવે તેવી માંગ કરી હતી.સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા અને જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ટકાવારીમાં માત્ર થોડા પોઈન્ટનો જ તફાવત હોય છે છતાં વિદ્યાર્થીઓને મસમોટી ફી ભરવી પડે છે .
તેવામાં જીએમઆરએસ ની મોરબી સહિત રાજ્યમાં જે 13 મેડિકલ કોલેજો આવેલ છે તેમાં જે ફી વધારો કરવામાં આવેલ છે તે યોગ્ય નથી અને આ તોતિંગ ફી વધારો કોઈ પણ વાલીને પરવડે તેમ નથી.
જેથી અગાઉ મેનેજમેન્ટ કોટાની ફી માત્ર નવ લાખ હતી તે મુજબ કરવામાં આવે તેવી માંગ સાથે રોડ ઉપર થાળી વગાડીને વાલીઓ તેમજ વિદ્યાર્થી દ્વારા સરકારી તિજોરીમાં ફી ભરવા માટે ભીખ માંગી હતીજો ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી સમયમાં પૈસાદારના દીકરા જ ડોક્ટર બની શકશે બાકી નબળ કે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ હોંશિયાર હોવા છતાં પણ તે ડોક્ટર બની શકશે નહીં તે નિશ્ર્ચિત છે જેથી આ ફી વધારો પાછો ખેચવાની માંગ કરવામાં આવે છે અને જો ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો કોઈપણ વાલી ફી ભરી શકે તેમ નથી મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું ડોકટર બનવાનું સપનું સાકાર થશે નહીં. તેવું હાલમાં દેખાઈ રહ્યું છે.