WhatsApp Favorites Filter: WhatsApp તેના યુઝર્સના અનુભવને વધુ બેસ્ટ બનાવવા માટે નવા નવા ફીચર્સ રજૂ કરતું રહે છે. તાજેતરમાં કંપનીએ ચેટ ફિલ્ટર ફીચર લાવ્યું છે, જે યુઝર્સને તેમની ચેટ સરળતાથી ગોઠવવામાં મદદ કરશે. હવે વોટ્સએપ વધુ એક નવું ફીચર લાવી રહ્યું છે જેનું નામ છે ‘ફેવરિટ’ ફિલ્ટર.
વોટ્સએપ લાવ્યું ફેવરિટ ચેટ ફિલ્ટર્સ ફીચર
આપણે રોજ ફ્રેન્ડસ અને સંબંધીઓ સાથે ઘણા બધા મેસેજની આપ-લે કરીએ છીએ. એવામાં ક્યારેક કોઈ મહત્ત્વના મેસેજ શોધવાનું કામ અઘરું થઈ જાય છે. જેને સરળ બનાવવા વોટ્સએપ ફેવરિટ ચેટ ફિલ્ટર્સ ફીચર નામનું એક નવું ફીચર લાવ્યું છે. ચેટ ફિલ્ટર્સ ફીચર ત્રણ પ્રિ-સેટ ફિલ્ટર્સનો ઉપયોગ કરીને તમારી ચોક્કસ ચેટ્સ ઝડપથી શોધવામાં મદદ કરે છે.
મનપસંદ ચેટ્સ અને કોલ્સ શોધી શકશો
આ ફીચરની મદદથી તમે મનપસંદ લોકોની ચેટ અને કોલ સરળતાથી સર્ચ કરી શકશો. તમે તમારા મનપસંદ લોકોના ચેટ્સ અને કોલ્સને ટોપની ચેટ વિંડો પર પિન કરી શકશો. આ ફેવરિટ ચેટમાં તમે ગ્રુપ ચેટ પણ એડ કરી શકશો. આ ફીચર ફોનના સ્પીડ ડાયલ જેવું ફીચર છે.
વોટ્સએપ પર ફેવરિટ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરવો
વોટ્સએપ ફેવરિટ ફીચરમાં તમે ઓલ, અનરીડ, ગ્રુપ્સ સાથે નવા ટેબ ફેવરિટનો ઉપયોગ કરી શકશો. આ ફીચર હાલમાં કંપની દ્વારા બહાર પાડવામાં આવેલું હોવાથી થોડા સમય પછી તમારા વોટ્સએપ પર જોવા મળશે.
જો કે, વોટ્સએપએ પહેલાથી જ સમજાવ્યું છે કે ફેવરિટ ઓન વોટ્સએપ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરવો. એકવાર તમને એપ્લિકેશનમાં ફેવરિટ ટેબ મળી જાય તે પછી, સુવિધાને વોટ્સએપ સેટિંગ્સમાંથી મેળવી શકાય છે.
ફેવરિટ ચેટમાં મનપસંદ ચેટ અને કોલ્સ કઈ રીતે એડ કરવા?
– સૌથી પહેલા તમારે તમારું વોટ્સએપ અપડેટ કરવાનું રહેશે
– ત્યારબાદ સેટિંગ્સ ઓપ્શનમાં જવાનું રહેશે
– સેટિંગ્સમાં ફેવરિટ ઓપ્શન જોવા મળશે
– આ પછી તમારે Add to favorites પર ક્લિક કરવાનું રહેશે
– જો યુઝર્સ ઈચ્છે તો તેઓ કોઈપણ સમયે તેમના ફેવરિટ ચેટ લિસ્ટમાં ફેરફાર કરી શકે છે