Sunday, September 15, 2024
HomeFeatureરાજ્યના કૂલ 76 તાલુકામાં નોંધાયો વરસાદ, ગીર સોમનાથના સૂત્રાપાડામાં ખાબક્યો 5 ઈંચ...

રાજ્યના કૂલ 76 તાલુકામાં નોંધાયો વરસાદ, ગીર સોમનાથના સૂત્રાપાડામાં ખાબક્યો 5 ઈંચ વરસાદ

આજે રાજ્યના કૂલ 76 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ ગીરસોમનાથમાં જિલ્લામાં પડ્યો છે. સૂત્રાપાડા તાલુકામાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વેરાવળમાં 4 કલાકમાં 4.5 ઈંચ વરસાદ પડ્યો છે.

રાજ્યમાં અષાઢી માહોલ બરાબરનો જામ્યો છે. રાજ્યના કૂલ 76 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજારતમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. ગીરસોમનાથના સૂત્રાપાડામાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ નોંધાયો છે. ચાર કલાકમાં પાંચ ઈંચ વરસાદથી અનેક સ્થળે પાણી ભરાયા છે.

વેરાવળમાં પણ 4 કલાકમાં 4.5 ઈંચ વરસાદ પડ્યો છે. આ તરફ અમરેલી જિલ્લાના ખાંભામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે દ્નારકાા કલ્યાણપુરમાં 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. પોરબંદર અને જુનાગઢના વંથલીમાં 3 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે માણાવદરમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યના 24 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

આ તરફ રાજકોટના ધોરાજીના ભાડેર ગામમાં વરસાદ આફત બનીને તૂટી પડ્યો. ગામમાં 5 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકતા આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદથી ગામમાંથી પસાર થતી નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ છે. નદી-નાળામાં પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. ભારે વરસાદથી સર્વત્ર થયું પાણી-પાણી થયુ છે. ખેતરો પણ બેટમાં ફેરવાઈ ગયા છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!