અનંત-રાધિકાના લગ્નમાં નીતા અંબાણીએ કહી મોટી વાત
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈએ લગ્નગ્રંથિથી બંધાઈ ગયા હતા. ત્યારે હવે નીતા અંબાણીનો એક વીડિયો સામે આવ્યો છે.
લગ્ન વખતના વીડિયોમાં નીતા અંબાણી લગ્ન સંબંધને લઈને મહત્વની વાત કરે છે. તે કહે છે કે, લગ્ન એ 7 જન્મોનો સંબંધ છે. લગ્નમાં કન્યાદાનની વિધી સૌથી મહત્વની છે.
હું પણ એક દીકરી છું, દીકરીની માં છું અને વહુની સાસુ પણ છું. તેઓ કહે છે કે, દીકરીઓ ઘરને સ્વર્ગ બનાવે છે. દીકરીઓ માતા પિતા માટે વરદારૂપ છે. તેણે પોતાની સ્પિચના અંતે થનાર વહુ રાધિકાનું ઉમળકા ભર્યું સ્વાગત કરે છે.