શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતનાઓએ પાલિકામાં આવેદનપત્ર પાઠવ્યું: રોડ રસ્તા અને ગંદકીનો પ્રશ્ર્ન છ મહિનાથી યથાવત
મોરબી શહેરના આલાપ રોડ ઉપર ગટરના ગંદા પાણી વહે છે અને રસ્તો પણ ઉબડખાબડ છે તે બાબતે સ્થાનિક લોકોને સાથે રાખીને મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા પાલિકામાં આવેદન પાઠવવામાં આવ્યુ હતુ અને પ્રશ્ર્ન ઉકેલવા માટે સાત દિવસનું અલ્ટીમેટમ આપેલ છે.
મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, એનએસયુઆઇના પ્રમુખ ભાવિકભાઇ મુછડીયા, ચિરાગભાઇ રાચ્છ સહિતના કોંગ્રેસના આગેવાનોએ આલાપ રોડના સ્થાનિક લોકોને સાથે રાખીને મોરબી પાલિકામાં આવેદનપત્ર પાઠવ્યુ હતુ જેમા જણાવ્યું હતુ કે, આલાપ રોડ પર શિવશક્તિ પાર્કના ગેઇટ સામે ગટરના ઢાંકણામાંથી 24 તલાક ગંદુ પાણી બહાર આવે છે અને રોડ ઉપર ગંદકી વહી રહી છે.
આ પ્રશ્ને અંદાજે છ મહિનાથી છે. અને સોસાયટીના લોકોએ રજૂઆત કરેલ હતી. છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી ગંદકીના લીધે લોકોના સ્વસ્થ્યને અસર થાય તેવી શક્યતા છે.
જેથી તાકીદે પ્રશ્ર્નનું નિરાકરણ લાવવા માંગ કરી છે અને સાત દિવસમાં પ્રશ્ર્ન નહિ ઉકેલાય તો સોસાયટીના લોકોને સાથે રાખી કચેરીનો ઘેરાવ કરી આંદોલન કરવાની કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે.