UK Mobility Visa: કેનેડા હવે જૂના જમાનાની વાત થઈ, નવો ટ્રેન્ડ UK છે. યુકે ખાસ મોબિલિટી વિઝા લાવ્યું છે. આ યોજના હેઠળના વિઝા 18 થી 30 વર્ષની વચ્ચેના ભારતીયોને 2 વર્ષ સુધી યુકેમાં રહેવા અને કામ કરવાની મંજૂરી આપે છે.
યુનાઇટેડ કિંગડમ (United Kingdom)ની સરકારે ભારતના યુવા પ્રોફેશનલ્સ સ્કીમ્સ વિઝા (India Young Professionals Scheme visa) માટે અરજી કરવા બેલેટ સિસ્ટમ શરુ કરી છે. જેની માટે ઉમેદવારો gov.uk પર અરજી કરી શકે છે. જણાવી દઈએ કે, આ યોજના અંતર્ગત 18થી 30 વર્ષની ઉંમર ધરાવતા ભારતીય યુવાનોને 2 વર્ષ સુધી યુકેમાં રહેવાની અને કામ કરવાની અનુમતિ મળે છે, પરંતુ આ સ્કીમ અંતર્ગત વિઝા માટે અરજી કરવા માંગતા ઉમેદવારોએ બેલેટમાં સામેલ થવાનું રહેશે. વિઝા માટે અરજી કરવાની છેલ્લી તારીખ અને સમય 18 જુલાઈ, 2024ના રોજ બપોરે 1:30 વાગ્યા સુધી છે.
અરજી કરવા માટે જરૂરી લાયકાત: અરજી કરવા માટે ઉમેદવાર ભારતીય નાગરિક હોવાની સાથે સાથે 18થી 30 વર્ષની વય ધરાવતો હોવો જોઈએ. – અરજદાર જે દિવસે યુકે જવા માંગે છે, તે દિવસે તેની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જરૂરી છે. – અરજદાર સ્નાતક કે તેથી ઉપરની ડિગ્રી ધરાવતો હોવો જોઈએ. – ઉમેદવાર પાસે યુકેમાં પોતાનો ખર્ચ કાઢવા માટે 2530 પાઉન્ડની બચત હોવી જરૂરી છે. – અરજદાર પાસે 18 વર્ષથી ઓછી ઉંમરનું કોઈ બાળક ન હોવું જોઈએ, જેની માટે તેઓ આર્થિક રીતે જવાબદાર વ્યક્તિ હોય.
આ રીતે કરો અરજી: વિઝા માટે અરજી કરવા માટે સૌપ્રથમ ઉમેદવારે ઇન્ડિયા યંગ પ્રોફેશનલ સ્કીમના બેલેટ પેપરમાં અરજી કરવાની રહેશે. જે લોકો આ સ્કીમ હેઠળ અથવા યુથ મોબિલિટી સ્કીમ વિઝા હેઠળ હાલ યુકેમાં છે, તેઓ અરજી કરવાને પાત્ર નથી.
બેલેટ માટે અરજી કરવા જરૂરી માહિતી: અરજદારે બેલેટમાં એન્ટર થયા બાદ નામ, જન્મ તારીખ, પાસપોર્ટની વિગતો, પાસપોર્ટનો ફોટો અથવા સ્કેન્ડ ફોટો, ફોન નંબર અને ઇમેઇલ એડ્રેસની વિગતો આપવાની રહેશે. બેલેટ એન્ટ્રી બાદ શું? – બેલેટ માટે અરજી કર્યા બાદ સફળ એન્ટ્રીને રેન્ડમલી પસંદ કરવામાં આવશે અને તેમને બેલેટ કલોઝિંગના બે અઠવાડિયામાં સૂચિત કરવામાં આવશે.
જણાવી દઈએ કે, બેલેટમાં એન્ટ્રી માટે કોઈ ફી નથી, પરંતુ અરજદારોએ વિઝા માટે 298 પાઉન્ડ ચૂકવવાના રહે છે. અરજદારોએ તેમની વિઝા એપ્લિકેશન સબમિટ કરીને ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જ સહીત ફી ભરીને ઇમેઇલ મલ્યાના 90 દિવસમાં બાયોમેટ્રિક આપવાની રહેશે.