Friday, November 1, 2024
HomeFeatureમોરબીમાં વેજીટેબલ રોડ પર સ્મશાન ખાતે કલેકટરની હાજરીમાં વૃક્ષારોપણ

મોરબીમાં વેજીટેબલ રોડ પર સ્મશાન ખાતે કલેકટરની હાજરીમાં વૃક્ષારોપણ

મોરબીના વેજીટેબલ રોડ પર પંચમુખી હનુમાનજી મંદિરની બાજુમાં આવેલ સ્મશાનના પરિસરમાં કલેક્ટર સહિતના અધિકારીઓની હાજરીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લામાં હાલ વૃક્ષારોપણની મુહીમ ચલાવવામાં આવી રહી છે. ત્યારે મોરબીમાં સ્મશાનના પરિસરમાં કલેક્ટર કે.બી.ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન સહિતના ઉચ્ચ અધિકારીઓએ વૃક્ષારોપણ કર્યું હતું.

ત્યારે આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો. જયંતિભાઈ ભાડેસિયા, સોનાપુરી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડો. ડી.એસ.પટેલ, ઉપપ્રમુખ જયોતિસિંહ જાડેજા, ખજાનચી કમ મંત્રી મનજીભાઈ સરાવાડીયા, કેશવજીભાઈ આદ્રોજા, થોભણભાઈ અઘારા, અનીલભાઈ વાઘેલા, કેશવજીભાઈ કંડીયા, રાજવિરસિંહ સરવૈયા, જયરાજસિંહ જાડેજા, મનસુખભાઈ માકાસણા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. 

આવી જ રીતે મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ તથા શ્રી ઉમિયા સેવા સમાજ ટ્રસ્ટ મોરબી દ્વારા ભરતનગર ગામે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ત્યારે ભરતનગર ગામના સરપંચ વિઠ્ઠલભાઈ પાંચોટીયા, ઉપસરપંચ સવજીભાઈ સુરાણી, સહકારી મંડળીના પ્રમુખશ્રી નવીનભાઈ ફેફર સહિતના હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!