દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના આહ્વાન પર ઠેરઠેર વૃક્ષા રોપણ કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબીની દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલમાં વૃક્ષ માતાના નામે અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, ગ્રામ પંચાયત વીરપર સરપંચ મહેશભાઈ લિખાયા, પ્રિન્સીપાલ સીમા જાડેજા, દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ તથા તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓ અભિયાનમાં સક્રિયપણે જોડાયા હતા અને આ વર્ષે હજારો વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો હતો. આ વિશેષ અવસરે શાળા વતી રમતગમત અને પ્રવૃત્તિઓના પ્રભારી ડો.અલીખાને બાળકોને ખાસ કરીને તેમના જન્મદિવસે વૃક્ષારોપણ કરવાના શપથ લેવડાવ્યા હતા.