Saturday, September 14, 2024
HomeFeatureમોરબીની વી.સી. ટેકનિકલ હાઇસ્કૂલમાં એડમિશન ફૂલ: 1978 ની સાયન્સની પ્રથમ બેંચના વિદ્યાર્થીઓ...

મોરબીની વી.સી. ટેકનિકલ હાઇસ્કૂલમાં એડમિશન ફૂલ: 1978 ની સાયન્સની પ્રથમ બેંચના વિદ્યાર્થીઓ શાળાની મુલાકાતે

આજના સમયમાં લોકો પોતાના બાળકોને સરકારીને બદલે ખાનગી શાળામાં અભ્યાસ કરાવવાંનો આગ્રહ રાખતા હોય છે. પરંતુ મોરબીમાં આવેલી ધ વી.સી. ટેક્નિકલ હાઈસ્કૂલ સરકારી હોવા છતાં સારા શિક્ષણને કારણે વિદ્યાર્થીઓ પ્રવેશ માટે લાઈનો લગાવતા હોવાથી એડમિશન ફૂલ થઇ જતા આ બાબતનું ગૌરવ શાળામાં ભણી ચૂકેલા પૂર્વ વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે અને આ ગૌરવની ક્ષણે વર્ષ 1978ની બેચના શિક્ષક અને વિદ્યાર્થીઓએ હાઇસ્કૂલની શુભેચ્છા મુલાકાત પહોંચી ગયા હતા.

મોરબીના મણિમંદિર નજીક આવેલ ધ વી. સી. ટેક્નિકલ હાઈસ્કૂલમાં આ વર્ષે પણ એડમિશન ફૂલ થઇ જતા 1978ની સાયન્સની પ્રથમ બેચના વિદ્યાર્થીઓએ ગૌરવની લાગણી અનુભવીને સૌ સાથે મળી હાઈસ્કૂલના સુકાનીઓને અભિનંદન પાઠવવા માટે રૂબરૂ દોડી આવ્યા હતા.

જેમાં શાળાના 1978ની આ બેચના ભૂતપૂર્વ શિક્ષક વાય.એમ.આડેસરા સાથે એ જ બેચના વિદ્યાર્થીઓમાં ડો.. જયંતિભાઈ ભાડેસીયા, ડો. અનિલભાઈ મહેતા, યોગેશભાઈ પટેલ, હરેશભાઇ સોરીયા, કરશનભાઇ કોટડીયા, ઈન્દુભાઈ રાણપરા, દિલીપભાઈ સોલંકર, પ્રવીણભાઈ વ્યાસ સૌ સાથે મળી અને પુસ્તક અને પુષ્પગુચ્છ વડે શાળાના હાલના ઇન્ચાર્જ આચાર્ય જે.પી.પડસુંબીયા તથા સુપરવાઈઝર બી.સી.એરડીયાને એમની સારી કામગીરી માટે અભિનંદન પાઠવી શાળાકાળના સંભારણા વાગોળ્યા હતા.  અને ચાર ચાર દાયકા પહેલાંના ભૂતકાળમાં ડોકીયું કરતાં એ તત્કાલીન દ્રશ્યો સ્મૃતિપટલ પર સળવળવા લાગ્યા હતા.

ધો. 10 નો અભ્યાસક્રમ પછી ધો. 11 અને પછી કઠીન ધો. 12 નવા અભ્યાસક્રમના કારણે સમયસર પુસ્તકોના મળે, સાયન્સના જે તે વિષયના પ્રોફેસરની અઠવાડીયું રાહ જોવી પડે, ક્યારેક બાયોલોજી માટે એસ.બી. માંડલિક આવે તો વળી ચાર પાંચ દિવસે બુચસાહેબ મેથ્સનો પીરીયડ લઈ જાય, પણ હા રસાયણ વિજ્ઞાન માટે વાય.એમ. આડેસર અને ફિઝિક્સ માટે ઓ.આર. પટેલ તો આવે જ અને પ્રેક્ટિકલ માટે લેબ તો ક્યાંથી હોય? ફિઝિક્સ, કેમેસ્ટરીના પ્રેકટીકલ માટે એલ.ઇ. કોલેજ જવુ પડે અને બાયોલોજી માટે સાયન્સ કોલેજ જવુ પડે. છતાં પણ ભણવાનો એક અનેરો ઉત્સાહ, અને સખત પરિશ્રમથી તત્કાલીન 150 જેટલા સાયન્સ બેચના વિધાર્થીઓ આજે અલગ અલગ જગ્યાએ પોતાની આગવી ઓળખ ઉભી કરવા સાથે સન્માનીય સ્થાન શોભાવી રહ્યા છે. અને પોતાની માતૃસંસ્થા સમાન ધ.વી.સી.ટેક. હાઈસ્કૂલ ને નથી ભુલ્યા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!