ટ્રેન, રેલવે સ્ટેશન ત્યાં સુધી કે સ્ટેશન પરિસર પર ક્યાંય પણ કોઈ સાથે કોઈ દુર્ઘટના થઈ જાય તો સારવારની જવાબદારી ભારતીય રેલવેની છે. આ ચોંકાવનારી વાત છે કે, પીડિત વ્યક્તિ પાસે ટ્રેનની ટિકિટ હોય કે ન હોય. પણ રેલવેની પ્રાથમિકતા હશે ઘાયલને તરત સારવાર આપે. ભારતીય રેલવેનોઆ નિયમ આપના માટે જાણવો જરુરી છે.
દેશભરમાં 7000થી વધારે રેલવે સ્ટેશન છે. તેમાં એ,બી,સી અને ડી કેટેગરીના સ્ટેશન છે. અહીં દરરોજ 2 કરોડથી વધારે મુસાફરો સફર કરે છે અને 10,000થી વધારે ટ્રેનોનું સંલાચન થાય છે. તેમાં પ્રીમિયમ ટ્રેનો ઉપરાંત એક્સપ્રેસ મેલ અને પેસેન્જર ટ્રેન સામેલ છે.
સામાન્ય રીતે મુસાફરોને એ ખબર હશે કે ટ્રેનમાં દુર્ઘટના થાય તો દરેક ઘાયલ મુસાફરની સારવારની જવાબદારી રેલવેની હોય છે, જ્યાં સુધી તે સાજો ન થઈ જાય. આ ઉપરાંત વળતરની પણ જોગવાઈ છે.
ભારતીય રેલ મેન્યુઅલ અનુસાર, જો કોઈ વ્યક્તિ ટ્રેનમાંથી મુસાફરી કરવા માટે પ્લેટફોર્મ અથવા સ્ટેશન પહોંચે છે અથવા સ્ટેશન પરિસર સુધી પહોંચી જાય છે અને આ દરમ્યાન યાત્રી સાથે કોઈ અપ્રિય ઘટના થઈ જાય, જેનાથી તે ઘાયલ થઈ જાય છે તો તરત હોસ્પિટલ સુધી પહોંચાડવાની અને સારવાર કરાવાની જવાબદારી રેલવેની છે. ભલે પીડિત પાસે કોઈ ટિકિટ હોય કે ન હોય.
રેલ મેન્યુઅલ અનુસાર, પરિસર પર આવતા દરેક વ્યક્તિ રેલવેના સંભવિત યાત્રી હોય શકે છે. શક્ય છે કે, તે સ્ટેશન પહોંચ્યા બાદ ટિકિટ ખરીદે. તેના કારણે સ્ટેશન પરિસરમાં ઘાયલની સારવાર કરવાનો નિયમ છે. જો કે કોઈ વ્યક્તિ ટિકિટ વિના આવ્યા છે અને તપાસમાં એ સાબિત થઈ જાય તો રેલવેના નિયમ અનુસાર, કાર્યવાહી બાદમાં કરશે. ટિકિટ ન હોવાના આધાર પર પરિસરમાં ઘાયલ વ્યક્તિની સારવાર રોકી શકાય નહીં. ભારતીય રેલવેનો આ નિયમ જાણવો જરુરી છે.