સિટી બેંકના ગ્રાહકો માટે મોટા ખબર સામે આવ્યા છે. બેંકે ગ્રાહકોને જણાવ્યું કે, પૂર્વ રિટેલ બેંકિંગ ગ્રાહકો માટે સિટી બેંક ઓલાઈન આવતીકાલે 12 જુલાઈ, 2024 થી બંધ થઈ જશે. હકીકતમાં, એક્સિસ બેંકે સિટી બેંકના ભારતના ગ્રાહક બેંકિગ બિઝનેસને અધિગ્રહણ કર્યું છે. હાલ ગ્રાહકોને માઈગ્રેટ કરવાની પ્રોસેસ ચાલી રહી છે.
સિટી બેંકના રિટેલ બિઝનેસમાં Credit Card, Home અને Personel Loan, Retail Banking, Insurance Services સામેલ છે. એક્સિઝ બેંકના જણાવ્યા અનુસાર, 15 જુલાઈ 2024 સુધી સિટી બેંક ઓનલાઈનનું એક્સિઝ બેંકમાં માઈગ્રેશન પૂર્ણ થઈ જશે.
સિટી બેંક તરફથી જણાવવામાં આવ્યું કે, એક્સિસ બેંકના સિસ્ટમને પહેલીવાર ઉપયોગ કરનારાઓ વધુ માહિતી માટે 15 જુલાઈ 2024 થી એક્સિસ બેંકની વેબસાઈટ પર જઈને વિઝીટ કરે. બેંક દ્વારા એમ પણ કહેવાયું કે, સિટી બેંકના ગ્રાહકોને હવે એક્સિસ બેંક દ્વારા સેવા આપવામાં આવશે. સિટી ઈન્ડિયાએ પોતાના ગ્રાહક બેકિંગ બિઝનેસનું અધિગ્રહણ એક્સિસ બેંકને ટ્રાન્સફર કર્યું છે.
ATM સહિતની અન્ય સેવાઓનું શું થશે
સિટી બેંકના ગ્રાહક બેંક તરફથી આપવામાં આવી રહેલી બ્રાન્ચ, એટીએમ, ઈન્ટરનેટ બેન્કિંગ અને મોબાઈલ એપ સહિતની તમામ સેવાઓ પહેલાની જેમ ચાલુ રાખી શકે છે. એક્સિસ બેંકના ગ્રાહકોને સૂચના અપાઈ કે, કાર્ડ સહિત સેવાઓનું માઈગ્રેશન 15 જુલાઈ સુધી પૂરુ થઈ જશે.
Axis બેંકે પોતાના FAQ સેગમેન્ટમાં જણાવ્યું કે, આ સમય મર્યાદામાં કોઈ પણ બદલાવ આવશે તો તે વિશે જાણકારી આપવામા આવશે. 15 જુલાઈથી તમે એક્સિસ બેંકના કાર્ડનો ઉપયોગ કરી શકો છો. તમારુ સિટી બેંકનું કાર્ડ કોઈ પણ સમસ્યા વગર કામ કરતું રહેશે. જ્યા સુધી તમને માઈગ્રેશનના થાડો મહિના બાદ નવું એક્સિસ બેંકનું કાર્ડ નથી મળતું, ત્યાં સુધી તે ચાલુ રહેશે.
Axis બેંક દ્વારા એ પણ કહેવામા આવ્યું કે, માઈગ્રેશન પૂર્ણ થયા બાદ સિટી બેંક ક્રેડિટ કાર્ડ પર મળનારી સુવિધાઓમાં કોઈ બદલાવ કરવામાં નહિ આવે. ક્રેડિટ કાર્ડની લિમિટમાં પણ કોઈ બદલાવ નહિ કરાય.