Sunday, April 20, 2025
HomeFeatureવોટ્સએપનું નવું દમદાર ફીચર, સાઈબર ફ્રોડથી બચવું થશે સરળ, જાણો તે કઈ...

વોટ્સએપનું નવું દમદાર ફીચર, સાઈબર ફ્રોડથી બચવું થશે સરળ, જાણો તે કઈ રીતે ઉપયોગી

ઈન્ટરનેટની દુનિયામાં સાયબર ક્રાઈમના અનેક કિસ્સા સામે આવતા હોય છે. જેમાં કેટલાંય લોકોની અંગત જાણકારી સહિત લાખો રુપિયાની છેતરપિંડીના બનાવો બનતા હોય છે. તેવામાં વોટ્સએપે તેના યુઝર્સ માટે એક નવું ફીચર લૉન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી સાયબર એટેક અને હેકિંગ સામે રક્ષણ મેળવી શકાશે. વોટ્સએપમાં કોઈપણ અજાવ્યાં યુઝર દ્વારા કોઈ વોટ્સએપ ગ્રૂપમાં સામેલ કરવા માટે જે-તે એડ કરનારી વ્યક્તિની વધારાની માહિતી આપવી ફરજિયાત રહેશે. ચાલો જાણીએ વોટ્સએપના આ નવા ફીચરની વિશેષતા.

વોટ્સએપ ગ્રૂપમાં નવા યુઝરને સામેલ કરવા આપવી પડશે જાણકારી

વોટ્સએપનો યુઝર્સની પ્રાઈવેસીને ધ્યાનમાં રાખીને વોટ્સએપ દ્વારા એક નવું ફીચર લૉન્ચ કરાયું છે. આ ફીચર પ્રમાણે કોઈપણ યુઝરને વોટ્સએપમાં એડ કરતાં સમયે તેની વિશેષ માહિતી તેમાં ઉમેરવાની રહેશે. આ ફીચર લોકોને અજાણ્યાં અને નુકસાનકારક ગ્રૂપથી સુરક્ષિત રાખશે. જેમાં વોટ્સએપ ચેનલ દ્વારા શેર કરાયેલી માહિતી પ્રમાણે, વોટ્સએપ ગ્રૂપમાં કોઈપણ નવા યુઝરને સામેલ કરતી વખતે તેમાં કેટલીક મહત્ત્વની જાણકારી આપવી પડશે. આ ફીચરને એક્ટિવ કરવા માટે પોતાના ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને વોટ્સએપને અપડેટ કરવાનું રહેશે.

ગ્રૂપ પ્રાઈવેસી સેટિંગમાંથી ફીચર શરુ થશે

સાયબર ગઠિયા વોટ્સએપના માધ્યમ થકી પોતાના કામને અંજામ આપતા હોય છે. જેના કારણે ટેક્નોલોજીથી અજાણ કેટલાંય લોકો તેનો શિકાર બને છે. આ ફીચર એક્ટિવ કરવા માટે યુઝરે ગ્રૂપ પ્રાઈવેસી સેટિંગ બદલું પડશે. આ ફીચર અંગેની વિશેષ જાણકારી વોટ્સએપના FAQ પરથી મેળવી શકાશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!