મોરબી: વૃદ્ધાવસ્થા દરમિયાન થતા રોગ વિશે પ્રશ્નોતરી કાર્યક્રમ યોજાયો

મોરબી સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા તારીખ 7 જુલાઈ ને રવિવારના રોજ મોરબીના કાયાજી પ્લોટમાં આવેલા ધન્વંતરિ ભવન ખાતે સિનિયર સિટીઝન કાઉન્સિલના પ્રમુખ ડો. લહેરુના અધ્યક્ષસ્થાને વૃધ્ધાવસ્થા દરમિયાન થતા રોગો વિશે નિષ્ણાતો દ્વારા પ્રશ્નોતરી તથા વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે અગાઉ રાજકોટ ગેમઝોન તથા હાથરસ કરુણાંતિકામાં મૃત્યુ પામેલા જીવાત્માને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયાએ વિશેષ હાજરી આપી હતી.

મોરબી સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વૃદ્ધાવસ્થા દરમિયાન થતા રોગો વિશેની વિસ્તૃત માહિતી તથા જાણકારી આપવા માટે આ કાર્યક્રમમાં જેરીઆટિંગ સ્પેશિયાલિસ્ટ(વૃદ્ધ રોગ નિષ્ણાંત) ડો. પુનિતભાઈ પડસુંબિયા દ્વારા જનરલ વેલડયુગ ઉપર પ્રશ્નોતરી સાથે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રોગના પ્રકારો, રોગનું કારણ અને તેના નિવારણ વિશે આવશ્યક માહિતીઓ આપી પૂછવામાં આવેલી પ્રશ્નોતરી દ્વારા રોગ અને તેના ઉકેલ વિશે સમજ આપવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન સદગત પામેલા સદસ્યો અને સ્વજનો તેમજ રાજકોટ ગેમઝોન અને હાથરસ સહિતની કરુણ ઘટનામાં સદગત થયેલા જીવાત્માઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ પોતાની સવિશેષ ઉપસ્થિતિમાં પ્રેરક વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમમાં અતિથિ વિશેષમાં ભૂજથી આવેલા પ્રતાપભાઈ જોષી, ડો.એમ.ડી. જાડેજા, વકિલ જગદીશભાઈ ઓઝા, ડો.ભાલોડિયા અને સિનિયર સિટીઝન કાઉન્સિલ- મોરબીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વ્યાખ્યાન બાદ અગ્રણી ઉદ્યોગપતિ ચુનિભાઈ રાજપરા દ્વારા ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી.

આ કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ ડો ભાવેશ જેતપરિયાએ કરી હતી. ત્યારે કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેશભાઈ ભટ્ટ, નરેન્દ્રભાઈ મહેતા, પ્રાણજીવન રાંકજા, પ્રિ. કુંડારિયા, લક્ષ્મણભાઈ દેત્રોજા વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!
Exit mobile version