Sunday, April 20, 2025
HomeFeatureમોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે સદાવ્રતમા મહાપ્રસાદ યોજી જન્મદિવસની ઉજવણી કરતા હરીશભાઈ...

મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે સદાવ્રતમા મહાપ્રસાદ યોજી જન્મદિવસની ઉજવણી કરતા હરીશભાઈ રાજા

વિવિધ પ્રકારની માનવસેવા કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામા આવે છે.ત્યારે મોરબી લોહાણા સમાજ અગ્રણી, શ્રી લોહાણા મહાજન-મોરબીના ખજાનચી, શ્રી રઘુવીરસેના સાર્વજનિક ટ્રસ્ટના ટ્રસ્ટી હરીશભાઈ રાજાએ તેમના જન્મદીનની ઉજવણી  સદાવ્રતમા મહાપ્રસાદ યોજી  કરી હતી.આ તકે તેઓએ સહપરિવાર ઉપસ્થિત રહી પોતાના હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ.હાલના સમયે લોકો પોતાના જન્મદીનની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે .

ત્યારે મોરબી લોહાણા સમાજ અગ્રણી હરીશભાઈ રાજાએ સેવા કાર્યમા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે.તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ,ચિરાગ રાચ્છ, ચંદ્રવદનભાઈ પુજારા, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, જયંતભાઈ રાઘુરા, પારસભાઈ ચગ, નીરવભાઈ હાલાણી, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ ગોવાણી, વિપુલભાઈ પંડિત, હિતેશભાઈ જાની,સંજયભાઈ હીરાણી, સુનિલભાઈ પુજારા, મનિષભાઈ પટેલ, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓએ અભિનંદન સહ જન્મદીનની શુભકામના પાઠવી હતી.       

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!