Monday, April 21, 2025
HomeBusinessએન્ડ્રોઈડનો ઉપયોગ ખાસ્સો બદલાઈ જશે આવી રહ્યું છે 'ક્લેકશન્સ' ફીચર

એન્ડ્રોઈડનો ઉપયોગ ખાસ્સો બદલાઈ જશે આવી રહ્યું છે ‘ક્લેકશન્સ’ ફીચર

થોડા સમયમાં આપણો એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો ઉપયોગ ખાસ્સો બદલાય તેવી શક્યતા છે. તેમાં ‘કલેકશન્સ’ નામે એક નવું ફીચર આવી રહ્યું છે. આ ફીચરની મદદથી સ્માર્ટફોનમાં આપણે ઇન્સ્ટોલ કરેલી વિવિધ એપ્સનું કન્ટેન્ટ એક સાથે એક સ્ક્રીન પર જોઈ શકાશે. અત્યારે આપણા પર ફોનમાંની વિવિધ એપમાંથી વિવિધ પ્રકારના કન્ટેન્ટનાં નોટિફિકેશન આવે છે, પરંતુ તે બધાં ફોનના નોટિફિકેશન સ્ક્રીન પર જાતભાતના કન્ટેન્ટનો ખીચડો કરતાં હોય છે. તેમાં જે તે એપના નામ સિવાય યોગ્ય કેટેગરાઇઝેશન હોતું નથી. નવા કલેકશન્સ ફીચરથી આ ખામી દૂર થશે.

બીજી રીતે જોઇએ તો અત્યારે જીમેઇલમાં ‘પ્રાઇમરી’, ‘સોશિયલ’, ‘અપડેટ્સ’, ‘ફોરમ’, ‘પ્રમોશન્સ’ વગેરે નામની અલગ અલગ કેટેગરીમાં આપણા ઇમેઇલ આપોઆપ સોર્ટ થતા રહે છે. આ પણ એક પ્રકારનું કલેકશન્સ જ છે જેને કારણે આપણે માટે જુદા જુદા પ્રકારના ઇમેઇલ એક સાથે જોવાનું સરળ બને છે.

એન્ડ્રોઇડમાં આવી રહેલું કલેકશન્સ ફીચર કંઈક આ રીતે જ કામ કરશે.

ગૂગલ કંપનીએ આ વર્ષની તેની ડેવલપર કોન્ફરન્સમાં આ ફીચર આવી રહ્યું હોવાની જાહેરાત કરી હતી. એ સમયે તેને ‘ક્યૂબ્સ’ કોડનેમ અપાયું હતું. હવે તેનું નામ બદલીને ‘કલેકશન્સ’ કરવામાં આવ્યું છે.

આ ફીચર ગૂગલ પ્લે સ્ટોરનો એક ભાગ રહેશે. આ ફીચર આપણા ફોનમાં આવી ગયા પછી આપણે પ્લે સ્ટોરના આઇકન પર જરા લાંબો સમય પ્રેસ કરીશું એ પછી એક કોન્ટેક્સ્ટ મેનૂ ઓપન થશે અને તેમાં કલેકશન્સનો વિકલ્પ જોવા મળશે. એ પછી ઓપન થતા નવા સ્ક્રીન પર આપણે એપ્સનાં નવા કલેકશન્સ ક્રિએટ કરી શકીશું. તેની સાથોસાથ વોચ, રીડ, લીસન, શોપ, સોશિયલ વગેરે કેટેગરીનાં કલેકશન પણ જોવા મળશે.

અત્યારે આપણે એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં એક સરખા પ્રકારની એપ્સના ફોલ્ડર બનાવી શકીએ છીએ. જેમ કે સોશિયલ મીડિયાનું ફોલ્ડર બનાવીને તેમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ વગેરે એપના શોર્ટકટ મૂકી શકાય છે. પરંતુ એ પછી દરેક એપ અલગ અલગ સ્ક્રીનમાં ઓપન થાય છે. કલેકશન્સના નવા ફીચરમાં, કંઈક આ જ રીતે એકસરખા પ્રકારની એપનાં ફોલ્ડર બનશે પરંતુ તેમાંની એપ્સ અલગ અલગ સ્ક્રીનમાં ઓપન થવાને બદલે તેમાં મુકાયેલું બધું કન્ટેન્ટ એક સાથે એક સ્ક્રીન પર જોવા મળે તેવી શક્યતા છે. આ ફીચર શરૂઆતમાં યુએસમાં લોન્ચ થશે અને પછી અન્ય દેશોમાં રોલઆઉટ થશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!