
મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલના માતૃશ્રી સ્વ. કુસુમબેન નરભેરામભાઈ ઉઘરેજાનું તા. 19 જુનના રોજ દુખદ અવસાન થયું હતું.

જેથી તેમને શ્રધ્ધાંજલિ પાઠવવા માટે અષાઢી બીજના રોજ ગૌમાતાને લાડું ખવડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પડધરી તાલુકાના નાનાવડા ગામ ખાતે આવેલ દાતાર ગૌશાળામાં 600 થી વધુ ગૌમાતાઓ છે.

ત્યાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ, મનોજભાઈ ઉઘરેજા, કમલેશભાઈ ઉઘરેજા, મુકેશભાઈ આંખજા, રાકેશભાઈ બરાસરા, જયભાઈ મેરજા, ચેતનાબેન કાસુન્દ્રા, આશાબેન બોખાણી, નિતાબેન, ઉર્વશીબેન, ગુનગુનબેન, જાગૃતિબેન, પંકજભાઈ, દિપકભાઈ, બકાભાઈ, પ્રફુલભાઈ આંખજા, બ્રિજેશભાઈ, નિલભાઈ ભોજાણી, અશ્વીનભાઈ પ્રજાપતિ, કરણભાઈ કાસુન્દ્રા સહિતના સભ્યો હાજર રહ્યા હતા અને ગૌમાતાને લાડુ જમાડિયા હતા આ સેવકાર્યને ગૌશાળાના મહંત હસુ ભગતે બિરદાવ્યું હતું.




































