Sunday, March 23, 2025
HomeFeatureમાળીયા (મી) તાલુકા પોલીસે 82 લાખના દારૂ બીયર ઉપર રોડ રોલર ફેરવી...

માળીયા (મી) તાલુકા પોલીસે 82 લાખના દારૂ બીયર ઉપર રોડ રોલર ફેરવી દીધું

મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2023-24 માં જુદાજુદા દારૂના ગુનામાં પકડવામાં આવેલ ઇંગ્લીશ દારૂના જથ્થાનો નાશ કરવા માટેની કોર્ટમાંથી મંજૂર મેળવીને અધિકારીઓની હાજરીમાં આજે 82,03,245 ના દારૂ બીયરના જથ્થા ઉપર રોડ રોલર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો.

માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.એમ.ગઢવીએ જણાવ્યુ હતું કે, માળીયા તાલુકા વિસ્તારમાં દારૂની જુદીજુદી રેડ વર્ષ 2023-24 માં કરવામાં આવી હતી જેમાં નાની-મોટી દારૂની બોટલો તથા બીયર ટીન મળીને કુલ 34549 બોટલો કબજે કરી હતી જેનો નાશ કરવા માટેની કોર્ટમાંથી મંજૂર લેવામાં આવી હતી.

ત્યાર બાદ ઝખરીયા વાંઢ વિસ્તારમાં 82,03,245 ના દારૂ બીયરના જથ્થા ઉપર રોડ રોલર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો. ત્યારે હળવદના પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા, ડીવાયએસપી પી.એ.ઝાલા સહિતના સબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!