મોરબીમાં ફરી ગાજ વીજ સાથે ધોધમાર વરસાદ

મોરબીમાં તા. 8 જુલાઈની રાત્રીના 10 વાગ્યા બાદ ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. દિવસ દરમિયાન ભારે ગરમી બાદ આજે રાત્રીના 10 વાગ્યા બાદથી ફરી મેઘરાજા મન મૂકીને વરસતા મોરબીવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો. થોડા દિવસના વિરામ બાદ ફરી વરસાદ પડતા ખેડૂતો માટે જાણે કે કાચું સોનુ વરસી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે મુંબઈમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ગુજરાતમાં પણ ફરી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની પણ 17 જુલાઈથી અતિભારે વરસાદની આગાહી કરી રેડ એલર્ટ જારી કર્યું છે.

error: Content is protected !!
Exit mobile version