Sunday, September 15, 2024
HomeFeatureશું તમારી સાથે Online Fraud ફ્રોડ થયો છે, તો તમને મળશે 10...

શું તમારી સાથે Online Fraud ફ્રોડ થયો છે, તો તમને મળશે 10 હજાર રૂપિયા, આ છે સ્કીમ


આજકાલ મોબાઈલ ફોનના માધ્યમથી ઓનલાઈન ફ્રોડના ક્રાઈમને અંજામ આપવામાં આવે છે. આવામાં એક નાનકડી ભૂલ પણ તમારા એકાઉન્ટને ચપટી વગાડતા ખાલી કરી શકે છે. તેથી ઓનલાઈન ફ્રોડથી બચવા માટે સતર્ક રહેવું બહુ જ જરૂરી છે. યુઝર્સની આ સમસ્યાને ધ્યાનમાં રાખતા Truecaller એ બહુ જ ખાસ ફીચર લોન્ચ કર્યું છે. જેના અંતર્ગત ઓનલાઈન ફ્રોડ થવા પર યુઝર્સને 10 હજાર રૂપિયા મળશે. આ ફીચરને Truecaller Fraud Insurance નામ આપવામાં આવ્યું છે. જે એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે.

Truecaller Fraud Insurance શું છે

Truecaller એ એક બહુ જ યુનિક ફીચર Truecaller Fraud Insurance લોન્ચ કર્યું છે. તેની સર્વિસ માત્ર ભારતમા શરૂ કરવામાં આવી છે. આ સર્વિસને લોન્ચ કરનાર કંપનીના પ્રીમિયર સબ્સક્રાઈબર્સને ઓનલાઈન ફ્રોડથી બચાવવાનો છે. Truecaller એ આ ઈન્સ્યોરન્સની ફીચર માટે HDFC Ergo સાથે કરાર કર્યાં છે. ભારતમાં ઓનલાઈન ફ્રોડના સતત વધી રહેલા કિસ્સાઓને જોતા કંપનીએ આ સર્વિસ લોન્ચ કરી છે. પરંતુ તમને જણાવી દઈએ કે, હાલ આ સર્વિસનો લાભ માત્ર  Truecaller ની પ્રીમિયમ સબ્સક્રાઈબર્સ જ લઈ શકશે.

ઓનલાઈન ફ્રોડ થવા પર મળશે 10 હજાર રૂપિયા

Truecaller fraud Insurance અંતર્ગત યુઝરને બહુ જ ખાસ સ્કીમ આપવામાં આવી રહી છે. આ ઈન્સ્યોરન્સ Truecaller ના પ્રીમિયમ યુઝર્સ માટે ઉપલબ્ધ રહેશે. આ દરમિયાન જો યુઝર્સ સાથે ઓનલાઈન ફ્રોડ થાય છે તો કંપની તેને 10,000 રૂપિયા સુધીના નુકસાનનું ઈન્સ્યોરન્સમાં કવર કરશે. આ ઈન્સ્યોરન્સ લેવો બહુ જ સરળ છે. તમે તમારા Truecaller એપથી તેને મેનેજ કરી શકશો.

ઉલ્લેખનીય છે કે, Truecaller નો આ જ ઈન્સ્યોરન્સ સર્વિસ પ્રીમિયર યુઝર્સ ઉપરાંત એ લોકોને પણ મળશે જેમની પાસે Truecaller નો ફેમિલી પ્લાન છે. યુઝર પોતાના ઈન્સ્યોરન્સ પોતાના પરિવારના અન્ય સદસ્યોને પણ આપી શકે છે. જો તમે પણ Truecaller ની આ ખાસ સર્વિસનો લાભ ઉઠાવવા માંગો છો તો પહેલા તમારે પ્રીમિયમ પ્લાન લેવો પડશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!