10 જુલાઈએ બિહારની એક, બંગાળની 4, તમિલનાડુની 1, મધ્ય પ્રદેશની 1, ઉત્તરાખંડની 2, હિમાચલ પ્રદેશની 3 સીટો પર મતદાન થશે. આ સીટો પર પેટા ચૂંટણીનું નોટિફિકેશન 14 જૂને જાહેર કરવામાં આવ્યું હતુ. ઉમેદવારીની તારીખ 21 જૂન અને સ્ક્રૂટની 24 જૂને થઈ ચૂકી છે. 10 જુલાઈએ મતદાન થશે.
લોકસભા ચૂંટણી પછી દેશના અલગ અલગ રાજ્યોની 13 વિધાનસભાની બેઠકો પર 10 જુલાઈએ પેટા ચૂંટણી યોજાશે. જે બેઠકો પર પેટા ચૂંટણી થનાર છે તેમાંથી કેટલીક સીટો લોકસભા ચૂંટણી પછી ખાલી થઈ છે. કેમ કે ઘણાં ધારાસભ્યોએ સંસદની ચૂંટણીમાં ભાગ લેવા માટે ધારાસભ્ય પદ છોડી દીધુ હતુ, તેથી વિધાનસભા બેઠકો ખાલી પડી છે. કેટલાક ધારાસભ્યોના નિધન પછી વિધાનસભાની સીટો ખાલી થઈ છે. તેથી નવા ધારાસભ્યો ચૂંટવા પેટાચૂંટણી થઈ રહી છે.
10 જુલાઈએ બિહારની 1, બંગાળની 4, તમિલનાડુની 1, મધ્ય પ્રદેશની 1, ઉત્તરાખંડની 2, પંજાબની 1, હિમાચલની 3 સીટો પર મતદાન થશે. આ સીટો પર પેટા ચૂંટણીનું નોટિફિકેશન 14 જૂને જાહેર થયું હતુ, ઉમેદવારીની છેલ્લી તારીખ 21 જૂન અને સ્ક્રુટની 24 જૂને થઈ ચૂકી છે. ઉમેદવારી પરત લેવાની છેલ્લી તારીખ 26 જૂન રાખવામાં આવી હતી. આ તમામ પ્રક્રિયા પછી હવે 10 જુલાઈએ મતદાન થનાર છે. જેનું પરિણામ 13 જુલાઈએ આવશે.
પશ્ચિમ બંગાળમાં ચારેય બેઠકોની શું છે સ્થિતિ
પશ્ચિમ બંગાળમાં ચાર વિધાનસભા બેઠકો માનિકતલા, રાયગંજ, રાણાઘાટ દક્ષિણ અને બગદાહ પર પેટા ચૂંટણી થશે. આ ચારેય સીટોમાંથી 3 પર ભાજપના ધારાસભ્યો સત્તારૂઢ ટીએમસીમાં સામેલ થઈ ગયા હતા અને હાલમાં જ યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભાગ લીધો હતો. જો કે તેઓએ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ સીટો રાયગંજ, રાણાઘાટ દક્ષિણ અને બાધાની છે. જ્યારે ટીએમસી ધારાસભ્યના નિધન પછી ખાલી સીટ માનિકતલા પર પણ પેટા ચૂંટણી થશે. ટીએમસીના દિવંગત ધારાસભ્ય અને બંગાળના મંત્રી સાધન પાંડેની પરંપરાગત કોંગ્રેસ અને તાત્કાલિન ટીએમસીના ગઢ રહેલી સીટ 20 ફેબ્રુઆરી 2022ના રોજ તેના નિધન પછી ખાલી પડી હતી. જો કે, પાંડેના અવસાનના 6 મહિના પછી પણ આ સીટ પર પેટાચૂંટણી થઈ શકી નહોતી. ટીએમસીએ આ સીટ પર સાધન પાંડેની પત્ની સુપ્તિ પાંડેએ પોતાની ઉમેદવાર બનાવી છે.
રાયગંજ, રાણાઘાટ દક્ષિણ, બાગદાહથી કોણ છે ઉમેદવાર
રાયગંજ વિધાનસભા સીટ પર ટીએમસી ઉમેદવાર કૃષ્ણ કલ્યાણી છે અને તેને ભાજપના ઉમેદવાર માનસ કુમાર ઘોષ ટક્કર આપી રહ્યાં છે. જ્યારે સીપીએમના વરિષ્ઠ નેતા મોહિત સેન ગુપ્તા વામ કોંગ્રેસ ગઠબંધનના ઉમેદવારના રૂપે ચૂંટણી લડશે. બાગદાહ વિધાનસભા સીટ પર ટીએમસીમાંથી મધુપર્ણા, બીજેપીમાંથી બિનય કુમાર વિશ્વાસ ઉતારવામાં આવ્યાં છે. રાણાઘાટ દક્ષિણથી મુકુટમણી અધિકારીને ટીએમસીએ ઉતાર્યા છે. તેની ટક્કર ભાજપના મનોજ કુમાર વિશ્વાસ સામે થશે.
બિહારની રૂપોલી વિધાનસભા પર પેટા ચૂંટણી
બિહારમાં લોકસભા ચૂંટણીમાં એનડીએની જબરદસ્ત જીત બાદ ફરી એકવાર ચૂંટણી મેદાનમાં એનડીએ અને મહાગઢબંધન આમને-સામને છે. રૂપોલી વિધાનસભા સીટ પર પેટાચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. ચૂંટણી મેદાનમાં જનતા દળ યુનાઇટેડ અને રાજદ સામસામે છે. જનતા દળ યુનાઇટેડે રૂપોલી સીટ પરથી કલાધર મંડળને પોતાના ઉમેદવાર બનાવ્યાં છે. જ્યારે રાજદે ફરી એકવાર વિમા ભારતી પર ભરોસો મુકી રાજના ઉમેદવાર બનાવ્યા છે. રૂપોલી વિધાનસભા વિસ્તારમાં સૌથી વધુ વસ્તી ગંગોતા સમાજની છે અને વિમા ભારતી તેમજ જદયુના ઉમેદવાર કલાધર મંડલ બંને આ સમાજમાંથી આવે છે.
મધ્ય પ્રદેશના અમરવાડા પર બેજેપીની નજર
પેટા ચૂંટણીની આ યાદીમાં મધ્ય પ્રદેશનું પણ નામ છે. આ માત્ર પેટા ચૂંટણી નહીં પરંતુ બીજેપી અને કોંગ્રેસના નાકનો સવાલ બની ગયું છે. બીજેપી છિંદવાડા લોકસભા જીત્યા બાદ બીજેપી આ વિધાનસભાને પણ જીતવા માંગે છે. જ્યારે કોંગ્રેસ અને કમલનાથ લોકસભાની હારનો બદલો લેવાના મૂડમાં છે. અમરવાડામાં બીજેપી ઉમેદવાર કમલેશ શાહ અને કોંગ્રેસ ઉમેદવાર ધીરેન શાહ ઇનવાતી વચ્ચે ટક્કર થશે. આદિવાસી બાહુલ્ય સીટ પર ગોંડવાના ગણતંત્ર પાર્ટી બંને દળોના મતદારોને પ્રભાવિત કરવાનો દમ રાખે છે. ગોંડવાના ગણતંત્ર પાર્ટીના ઉમેદવાર દેવરાવેન ભલારી પર પણ સૌની નજર મંડાયેલી છે. કેમ કે વર્ષ 2003માં અમરવાડાથી ગોંડવાના ગણતંત્ર પાર્ટી ચૂંટણી જીતી ચૂકી છે.
હિમાચલ પ્રદેશમાં ત્રણ સીટો પર પેટા ચૂંટણી
હિમાચલ પ્રદેશમાં દેહરા, હમીરપુરા અને નાલાગડ વિધાનસભા સીટો પર પેટાચૂંટણી થશે. આ ત્રણેય બેઠકો અપક્ષ ધારાસભ્યોના રાજીનામા બાદ ખાલી પડી હતી.