રાજકોટ નાં હેમુ ગઢવી નાટ્ય ગૃહ ખાતે ગત ત્રીજી જુલાઇનાં રોજ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ નો કાર્યક્રમ યોજાય ગયો હતો. જેમાં સવારે 9 વાગ્યા થી લઇ રાત્રે 11 વાગ્યા સુધી માં મુકેશજી નાં 170 ગીતો સળંગ ગાઈ ને અગાઉ નો 151 ગીતો નો રેકોર્ડ અલ્પેશ ડોડીયા એ તોડી ને ઇતિહાસ રચ્યો આ પહેલા રાજકોટ ખાતે ગાયક શ્રીકાંત નાયર નો 151 ગીતો સળંગ ગાવા નો રેકોર્ડ હતો
રાજકોટ ની સંગીતપ્રેમી જનતા સવાર થી જ આ રેકોર્ડ ને બનતો જોવા માટે હેમુ ગઢવી હોલ ખાતે અશોક ડોડીયા ને પ્રોત્સાહિત કરવા ઉમટી પડી હતી મુખ્ય મહેમાનો માં બાળપણ માં જેમને પંકજ ઉધાસ ને તાલીમ આપેલ એવા સંગીત ગુરુ લલિત ત્રિવેદી , રાજકોટ ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન નાં જનરલ મેનેજર જીતેન્દ્ર શુકલ વગેરે મહાનુભાવો આ રેકોર્ડ ને બનતો જોવા ઉપસ્થિત રહ્યા હતા.
ઇન્ડિયા બુક્સ ઓફ રેકોર્ડ નાં અધિકારીઓ દ્વારા મુકેશજી નાં 170 ગીતો ગાનારા અશોક ડોડીયા ને મેડલ તથા સર્ટિફિકેટ આપી એનું સન્માન કરવામાં આવ્યું, સમગ્ર કાર્યક્રમ નું સંચાલન મેહુલ રવાણી દ્વારા કરવામાં આવ્યું અન્ય સિંગરોમાં હિના કોટડીયા, દીપા ચાવડા, રીના ગજ્જર, કાજલ કથરેચા રૂપાલી જાંબુચા, રીટા ડોડીયા, આસિફ જરિયા,દેવયાની ગોહેલ વગેરે એ અશોક ડોડીયા ને સાથ આપ્યો આ કાર્યક્રમ માં રાજુ ત્રિવેદી નાં ઓર્કેસ્ટ્રા એ રેકોર્ડ બનાવવા માટે મહત્વ ની ભૂમિકા ભજવી (ફોટો તથા અહેવાલ પરાગ જે.ભટ્ટ – રાજકોટ)