મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે રીક્ષા અથડાવા બાબતે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બંને પક્ષેથી કુલ મળીને 6 વ્યક્તિઓને ઈજા થતાં તમામ લોકોને સારવાર માટે સિવિલ અને ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા.
મહેન્દ્રનગર ચોકડી પાસે રીક્ષા અથડાવા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો જેમાં બંને પક્ષેથી કુલ મળીને 6 વ્યક્તિઓને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા જે ઇજાગ્રસ્તોમાં રજાક અકબર મોવર (22) રહે. માળિયા ફાટક મોરબી, સલીમ હુસેન મોવર (29), હાજી અકબર મોવર (20) અને ઇમરાન અકબર મોવર (16) રહેમ ચારેય ઇન્દીરાનગર વાળાને ઇજા થયેલ હતી જ્યારે સામા પક્ષે નવાજ અલીમામદ કુરેશી (24) રહે, રણછોડનગર શાંતિવન સ્કૂલ પાસે મોરબી અને સીબતેન સલીમભાઈ કંડિયા (24) રહે. લીલાપર રોડ જકાતનાકા પાસેને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ લઇને આવ્યા હતા. બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવી હતી