
ગુજરાતમાં વિવિધ વિભાગોમાં સ્ટાફની ખેંચ વિશે ઉહાપોહ વચ્ચે રાજય સરકારે હવે શિક્ષણ વિભાગમાં શિક્ષકો સહિતના વર્ગોમાં 24700ની નવી ભરતી કરવાનો નિર્ણય લીધો છે.

ગુજરાત સરકારની મંત્રીમંડળની બેઠક આજે યોજાઈ હતી. રાજયમાં વરસાદની સ્થિતિ, કૃષિ વાવેતર, રોડ-રસ્તા-માલમિલકતને નુકશાન સહિતના મુદાઓ પર ચર્ચા-વિચારણા થઈ હતી.
શિક્ષણ વિભાગમાં શિક્ષકો સહિતના સ્ટાફની ખેંચ વિશે પણ ચર્ચા થઈ હતી અને આ વિભાગમાં મોટી ભરતી કરવાનો નિર્ણય લેવાયો હતો. સૂત્રોએ કહ્યું કે, સરકાર શિક્ષણ વિભાગમાં 24700 શિક્ષકો- કર્મચારીઓની ભરતી કરશે.
વિસ્તૃત ભરતી કેલેન્ડરની વિગતો-શિડયુલ આજે સાંજ સુધીમાં વિધિસર રીતે જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે.





































