ઉત્તરાખંડ સરકાર કૈલાસ – માનસરોવર યાત્રાના વિકલ્પ માટે બનાવી રહી છે યોજના: 15 સપ્ટેમ્બરથી થશે આરંભ
કોરોના મહામારીનાં કારણે વર્ષ 2019 માં બંધ કરવામાં આવેલ લિપુલેમાથી કૈલાસ માન સરોવરની યાત્રા અત્યાર સુધી બીજીવાર શરૂ થઈ નથી હવે ઉતરાખંડ સરકાર શિવ ભકતોને ઓલ્ડ લિપુલેખ પાસેથી કૈલાસનાં કરાવવાની યોજના પર કરી રહી છે.
ગત સપ્તાહે ઉતરાખંડના પર્યટનમંત્રી ઓલ્ડ લિપુલેખ પાસેના શિખર પાસે શિખર પર પહોંચીને ભગવાન શિવની પૂજા-અર્ચના કરી હતી. લગભગ 18 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલ ઓલ્ડ લીપુલેખ પાસેથી કૈલાસ માન સરોવર સ્થિત કૈલાસ પર્વતના દર્શન કરી શકાય છે.
પર્યટન મંત્રી સતપાલ મહારાજે પત્નિ સાથે અહીથી દર્શન કરી સંદેશ આપ્યો હતો કે મહાદેવનાં નિવાસ કૈલાસ પર્વતના દર્શન માટે હવે તેમને ચીન જવાની જરૂર નહિં પડે. ટુંક સમયમાં જ સરકાર શિવભકતોને ઓલ્ડ લિપુલેખથી કૈલાસનાં દર્શન કરાવશે.
ઉલ્લેખનીય છે કે જુના લિપુલેખ પાસે પિથૌરાગઢ જીલ્લાની વ્યાસ ઘાટીમાં આવેલો છે.
15 સપ્ટેમ્બરથી થઈ શકે છે શુભારંભ
પર્યટન વિભાગ જુના લિપુલેખ પાસેથી કૈલાસ દર્શન આ વર્ષે 15 સપ્ટેમ્બરથી શરૂ કરવાની તૈયાર કરી છે. જે શરૂ થતાં કોઈ પરેશાની વિના તીર્થયાત્રી ભારતીય ક્ષેત્રમાંથી કૈલાસ શિખર અને ઓમ પર્વત બન્ને નિહાળી શકશે.