Thursday, October 31, 2024
HomeFeatureરાજ્ય સરકાર 10 હજારથી વધુ ખેડૂતોને ચુકવશે સહાય, કમોસમી વરસાદને કારણે થયું...

રાજ્ય સરકાર 10 હજારથી વધુ ખેડૂતોને ચુકવશે સહાય, કમોસમી વરસાદને કારણે થયું હતું નુકસાન

ગુજરાતમાં માર્ચ અને મે મહિનામાં કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાન થયું હતું. રાજ્યમાં ઘણા જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદને ખેડૂતોને થયેલા નુકસાનની સહાય ચુકવવાની માંગ કરવામાં આવી હતી. રાજ્ય સરકારે પણ સહાય ચુકવવાની માંગ કરી હતી. હવે આ સહાય મામલે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે.

ગુજરાતમાં માર્ચ અને મે મહિનામાં કમોસમી વરસાદની સહાય ચુકવવાની શરૂઆત કરવામાં આવી છે. રાજ્યમાં માર્ચ 2024માં સાબરકાંઠા, મહેસાણા, ખેડા અને અરવલ્લીના 9674 ખેડૂતોને કમોસમી વરસાદની સહાય ચુકવવામાં આવશે. આ ખેડૂતોને એસડીઆરએફ નોર્મ્સ પ્રમાણે સહાય ચુકવવામાં આવશે.

આ સિવાય વાત કરવામાં આવે તો મે મહિનામાં પણ રાજ્યમાં કમોસમી વરસાદ પડ્યો હતો. મે મહિનામાં સુરત અને વલસાડ જિલ્લાના ખેડૂતોને વધુ નુકસાન થયું હતું. હવે રાજ્ય સરકારે નર્મદા, સુરત અને વલસાડ જિલ્લાના 1369 ખેડૂતોને સહાય ચુકવવાનો નિર્ણય લીધો છે. આ બધા ખેડૂતોને સરકારી નિયમ પ્રમાણે સહાય મળશે.

રાજ્ય સરકારે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી નવી યોજના અમલમાં મૂકી

રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના દરેક નાગરિકને રાસાયણીક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે “શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના” અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂ. ૨૦,૦૦૦ પ્રતિ હેકટર સહાય આપવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં રૂ. ૧૦૦૦ લાખની રકમ ફાળવવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!