
તાજેતરમાં સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે પાવર લિફ્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીની વૈશાલી ગોપાલભાઈ પરમારે ભાગ લીધેલ હતી અને તેમાં તેને ગોલ્ડ મેડલ મેળવ્યો છે અત્રે ઉલેખનીય છે કે, મોરબીના નવલખી રોડ પર બોડાસર વાડી વિસ્તારમાં રહેતી વૈશાલી પરમારે તાજેતરમાં સુરત ખાતે યોજાયેલ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં વૈશાલી પરમારે ભાગ લીધો હતો. જેમાં તેણે ડેડ લિફ્ટિંગમાં 92.5 કિલો, બેન્ચ પ્રેસમાં 40 કિલો અને સ્કવોટમાં 70 કિલો વજન ઉપાડીને પ્રથમ નંબર મેળવ્યો હતો અને ગોલ્ડ મેડલ મેળવેલ છે. અને મોરબીનું ગૌરવ વધાર્યું છે આ દીકરીએ અગાઉ રાજકોટ ખાતે યોજાયેલી સ્પર્ધામાં ડેડલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.






































