
તારીખ 27 ગુરુવારના શુભ દિવસે બ્રહ્માકુમારીઝ ના ગુજરાત ઝોન ડાયરેક્ટર આદરણીય રાજયોગીની બ્રહ્માકુમારી ભારતી દીદીજીના વરદ હસ્તે તથા દલસુખભાઈ વાઘજીભાઈ બોડા (બોર્ડ ઓફ ડાયરેક્ટર આર. ડી. સી બેંક (મેમ્બર) ની ઉપસ્થિતિમાં બ્રહ્માકુમારીઝ નું નવું સોપાન (નવી બ્રાન્ચ) ની શુભ શરૂઆત કરાઇ છે.ટંકારા તથા આસપાસના ગામના અનેક લોકો ની આધ્યાત્મિક જીવનશૈલી દ્વારા ખુશનુમા જીવન બનાવવાના લક્ષ્યથી શરૂ થયેલ આ સેવા નો લાભ લેવા માટે તમામ ધર્મપ્રેમી, અધ્યાત્મ પ્રેમી ભાઈઓ તથા બહેનોને અનુરોધ છે ઉપરોકત કેન્દ્ર વાઘજીભાઈ બોડા નું મકાન, દુવા દ્વારની અંદર, જીવાપરા શેરી, ટંકારા ખાતે થયેલ છે. સમય સવારે 6 થી 7 તથા સાંજે 4-30 થી 5-30 નો રખાયો છે.






































