અગ્નિકાંડની જેમ હરણીકાંડ બાદ બોટિંગ, રાફટિંગ, સ્કૂબા ડાઈવિંગ સહિતની પ્રવૃત્તિ માટે ડ્રાફટ રૂલ્સ જાહેર
ગેમિંગ ઝોન, એમ્યૂઝમેન્ટ પાર્કમાં નાગરિક સલામતી માટે નિયમન- નિયંત્રણના નિયમો બાદ ગુજરાત સરકારે બોટિંગ, રાફ્ટિંગ, સ્કૂબા ડ્રાઇવિંગ સહિત મનોરંજન અને સ્પોટ્ર્સ માટે વોટર એક્ટિવિટીના ડ્રાફ્ટ રૂૂલ જાહેર કર્યા છે.ગુજરાત મેરિટાઈમ બોર્ડ- GMBA તૈયાર કરેલા ડ્રાફ્ટ રૂૂલ્સ બંદરો અને વાહનવ્યવહાર વિભાગે નોટિફિકેશન મારફતે બુધવારે પ્રસિધ્ધ કર્યા છે.
જેમાં સ્કૂલ પિકનિકમાં 12 વર્ષથી નીચેની વયના બાળકોના નૌકાવિહારમાં પોલીસ અધિક્ષક- DSP અથવા જિલ્લા કલેક્ટર વ મેજિસ્ટ્રેટ- ઉખની મંજૂરી ફરજિયાત કરાઈ છે. હરણી બોટકાંડ અને પોઈચા પાસે નર્મદામાં બોટ ઊંધી વળવાની ઘટનાઓ બાદ નદી, તળાવ, ડેમ, કેનાલ કે પછી દરિયામાં મનોરંજન, સ્પોર્ટ્સ એક્ટિવિટીને નાગરિક સલામતીના દૃષ્ટીએ નિયમબધ્ધ કરવા ૠખઇઅ ઈન્ડિયન વેસલ્સ એક્ટ- 2021માં સરકારને મળેલા અધિકારોની રૂૂએ ‘ગુજરાત ઈનલેન્ડ વેસેલ્સ (રજિસ્ટ્રેશન એન્ડ ઓપરેશન ઓફ કેટેગરી સી વેસલ્સ) રૂૂલ્સ, 2024’ નો મુસદ્દો તૈયાર કર્યો છે.
28 પાનાના ડ્રાફ્ટ નોટિફેકશનમાં પથજો બોટનું રજિસ્ટ્રેશન થયુ હોય, તેના બચાવ સહિતના ઈક્વિપમેન્ટનો સર્વે થયો હોય, ચકાસણીનું સર્ટિફિકેટ લેવાયુ હોય તો પણ જ્યાં સુધી જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી ન મળે ત્યાં સુધી બોટનો ઉપયોગ થઈ શકશે નહીઘ તેમ સ્પષ્ટ કરાયુ છે. આ જોગવાઈથી બોટિંગ એક્ટિવિટીમાં સઘળી જવાબદારી જિલ્લા મેજિસ્ટ્રેટની બની રહેશે. જેના માટે જિલ્લામાં કલેક્ટર અને મહાનગરોમાં પોલીસ કમિશનર- CPની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ વોટરસાઈડ સેફ્ટિ કમિટી- GMBA ની રચના થશે. આ કમિટી દર ત્રણ મહિને મળશે અને પોતાના ક્ષેત્રોમાં વોટરસાઈટ એક્ટિવિટીની સમીક્ષા કરી નિર્ણય લેશે.
ડ્રાફ્ટ રૂૂલ્સ સાથે જાહેર જઘઙમાં જિલ્લા કલેક્ટર સહિત સાત જેટલા સત્તાતંત્રો પાસેથી મંજૂરી ફરજિયાત બનાવાઈ છે. જેમાં માલિકી, નોંધણી અને સલામતી સહિતની ગઘઈનો સમાવેશ થાય છે. એટલુ જ નહિ, બોટિંગ સહિતની તમામ વોટરસાઈડ એક્ટિવિટી માટે માલિક કે તેનો સંચાલક ઈચ્છે તે નાવિકને રાખી શકશે નહી. તે માટે નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ વોટર સ્પોર્ટ્સ- ગઈંઠજ, પોર્ટ ઓથોરિટી, GMB કે પછી સરકાર માન્ય સંસ્થામાંથી તાલિમ પામેલા સર્ટિફાઈડ ઓપરેટર અનિવાર્ય થઈ પડશે. એકલ દોકલ બોટિંગ સિવાય જ્યાં કોર્પોરેટ કે પેઢી દ્વારા આવી એક્ટિવિટી છે ત્યાં કંપની એક્ટ, આવક વેરા એક્ટ અને GST એક્ટ હેઠળ નોંધાયેલા એકમને જ મંજૂરી મળી શકશે. દરેક પ્રકારની પ્રવૃત્તિઓમાં જીવન રક્ષક ઉપકરણો અનિવાર્ય રહેશે, તે સારી સ્થિતિમાં હોવા જોઈશે. સરકારે નોંધણી માટે રૂૂ.5,000નો પ્રસ્તાવ મુક્યો છે.
નોન મિકેનિકલ પ્રોપેઈલ્ડ બોટ કે જેમાં તરાપા આધારે ચાલતી, હલૈસા સાથેની, હાઉસ બોટ, સેલિંગ, રોઈંગ, કેનોઈંગ, યાર્ટિન અને પવનથી ચાલતી બોટમાં નૌકાવિહારને આ નિયમો હેઠળ આવરી લેવામાં આવ્યા છે. તદ્ઉપરાંત જેવો ફેરી સર્વિસ કરે છે, પેરાસ્લાઈડિંગ સાથે સંકળાયેલા છે, જેટ સ્કી, કાયાકિંગ, વોટર સ્કીંનિંગ, ટોઈંગ, કેનકોઈંગ, રાફ્ટિંગ અને સ્કૂબા ડ્રાઈવિંગ જેવી પ્રવૃત્તિ કરે છે તેવા તમામ ઓપરેટરને આ નિયમો હેઠળ આવરી લેવાયા છે.
ઈ – શ્રેણીના વેસલ્સનો ઉપયોગ થશે જાઆ નિયમો હેઠળ હાઉસ બોટ, મોટર બોટ, મોટર લોન્ચ, પેડલ બોટ, રાઉટિંગ, પેરાસેલિંગ બોટને આવરી લેવાઈ છે. જેમાં માછીમારી માટેની બોટનો સમાવેશ થતો નથી. વેસલ માટે પ ઈ પ કેટેગરીના પ્લેઝર ક્રાફ્ટને મંજૂરી આપશે. જેનો ઉપયોગ માત્ર આનંદ પ્રમોદ અથવા તો સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે કરી શકાશે.