મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એસપીના અધ્યક્ષ સ્થાને જન સંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં વ્યાજખોરના ચક્રમાં ફસાવવાના બદલે બેંકોમાંથી લોન કેવી રીતે મેળવી શકાય તેની માહિતી આપવામાં આવી હતી તેમજ જે લોકોની બેંકોમાંથી લોન મંજૂર કરવામાં આવી હતી તેવા લાભાર્થીઓને 1.73 કરોડથી વધુની રકમના ચેક આપવામાં આવ્યા હતા અને આગામી સમયમાં આવી જ રીતે મોરબી જિલ્લાના દરેક તાલુકામાં મોરબીમાં પોલીસ દ્વારા જન સંપર્ક સભાનું આયોજન કરશે તેવું એસપીએ જણાવ્યુ છે.
મોરબી જીલ્લામાં ઠેરઠેર વ્યાજના હાટડા શેરીએ ગલ્લીએ ધમધમી રહ્યા છે અને લોકોને રૂપિયાની જરૂર પડે ત્યારે તેની પાસેથી વ્યાજખોરો મને પડે તેવા વ્યાજ વસૂલ કરતાં હોય છે તે હક્કિત છે અને મોરબી જીલ્લામાં અનેક પરિવારો વ્યાજખોરના ત્રાસના લીધે હેરાન છે. તેવામાં આજે મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં એસપી રાહુલ ત્રિપાઠીના અધ્યક્ષ સ્થાને વ્યાજખોરીના દુષણને દુર કરવા માટે જન સંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું છે
ત્યારે મોરબીના રાજકીય અને સામાજિક આગેવાનો સહિતના લોકો આવ્યા હતા અને આ સભામાં જુદીજુદી બેંકના કર્મચારીઓ તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી દ્વારા સામાન્ય લોકો લોન કે ધિરાણ સરળતાથી કેવી રીતે મેળવી શકે તેની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારે એસપી રાહુલ ત્રિપાઠીએ જણાવ્યુ હતું કે, છેલ્લા એક વર્ષમાં વ્યાજખોર સામેની 50 થી વધુ ફરિયાદ મળી હતી.
જેથી કરીને 140 થી વધી શખ્સોની સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે અને આગામી દિવસોમાં પણ આવી જ રીતે કોઈપણ એસએમે ફરિયાદ મળશે તો કાર્યવાહી કરવામાં આવશે.અત્રે ઉલેખનીય છે કે, કોઈપણ વ્યાજખોર પાસે વ્યાજે રૂપિયા લેવા જવાને બદલે બેંકોમાં લોન લેવા માટે ગયેલા ગ્રાહકોની લોન મંજૂર કરવામાં આવી હોય તેના ચેકનું વિતરણ પણ આ સભામાં કરવામાં આવ્યું હતું જેમાં જુદીજુદી બેંક તેમજ ફાયનાન્સ પેઢીઓમાંથી જે ગ્રાહકોની લોન મંજૂર થયેલ હતી .
તેવા ગ્રાહકોને કુલ મળીને 1.73 કરોડથી વધુની રકમના ચેક આપવામાં આવ્યા હતા. અને કોઈપણ વ્યક્તિને રૂપિયાની જરૂર પડે ત્યારે વ્યાજખોર પાસે રૂપિયા લેવા જવાને બદલે સલામત રીતે સરળતાથી બેંકમાંથી લોન લેવા માટે અધિકારીઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી.