
આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતને એક વધું મોટી સફળતા મળી છે. આતંકી ફંડિંગ અને મની લોન્ડ્રીંગ જેવી ઘટનાઓ પર અંકુશ લગાવનારી ગ્લોબલ સંસ્થા ફાઈનેંશિયલ એક્શન ટાસ્ક ફોર્સે ભારને રેગ્યુલર ફોલો અપ કેટેગરીમાં સામેલ કર્યું છે. આ યાદીમાં સામેલ થનારો ભારત 5મો દેશ છે. ભારત ઉપરાંત જી 20 ગ્રુપના 4 અન્ય સભ્ય દેશો સામેલ છે. FATFની ભલામણો અને ગાઈડલાઈનને દુનિયાના 200 દેશ માને છે. આ દ્રષ્ટિથી ભારતમાં હવે આ મામલે દુનિયાને સલાહ અને ગાઈડલાઈન આપી શકે છે.

સિંગાપુરમાં 26થી 28 જૂન સુધી થયેલી બેઠકમાં FATFએ ભારત તરફથી ચાલું મ્યૂચુઅલ ઈવૈલુએશન રિપોર્ટનો સ્વીકાર કરી લીધો અને ભારતને રેગ્યુલર ફોલો અપ કેટેગરીમાં સામેલ કરી દીધું છે. આ પગલું ભારતને મની લોન્ડ્રીંગ અને આતંકી ફંડિંગ જેવા કેસમાં લડવામાં ખૂબ જ મદદગાર સાબિત થશે.
ભારતના કર્યા વખાણ

બેઠક દરમ્યાન FATFએ ભારત તરફથી મની લોન્ડ્રીંગ અને આતંકી ફંડીંગ વિરુદ્ધ ઉઠાવવામાં આવેલા પગલાના વખાણ અને ભ્રષ્ટાચાર, ફ્રોડ અને સંગઠિત અપરાધો પર અંકુશ લગાવવાની રણનીતિના વખાણ કર્યા. ભારતે જનધન યોજના, આધાર અને મોબાઈલને આધાર સાથે લિંક કરવા જેવી યોજના ચલાવી, જેનો ફાયદો પૈસાની લેવડદેવડને દેખરેખ કરવામાં મળ્યો. ડિજિટલ ટ્રાંજેક્શન વધવાથી પૈસાની અવરજવર પર દેખરેખ રાખી શકાઈ અને આતંકી ફંડિંગ પર મોટો પ્રહાર થયો.

ભારતની સાખ થઈ મજબૂત
FATF ના મ્યૂચુઅલ ઈવૈલુએશનમાં ભારતના પ્રદર્શનનો સ્વીકાર કરવાથી આપણી ઊભરતી અર્થવ્યવસ્થાને લાભ મળશે. સાથે જ ગ્લોબલ લેવલ પર આપણી સાખ પણ મજબૂત થઈ. ભારતના સારા રેટીંગથી ગ્લોબલ ફાઈનેંશિયલ માર્કેટ અને રોકાણકારો વચ્ચે વિશ્વાસ વધશે. તેનો ભારતમાં યૂપીઆઈ પેમેન્ટ સિસ્ટમે દુનિયાના અન્ય દેશોમાં લાગૂ કરવામાં પણ મળશે.

FATF તરફથી ભારતના આ પ્રસ્તાવને સ્વીકાર કરવા પાછળ છેલ્લા 10 વર્ષમાં ઉઠાવવામાં આવેલા પગલાનો મોટો રોલ છે. સરકારે દેશને ફાઈનેંશિયલ સિસ્ટમને ઈન્ટરનેશનલ માનકના બનાવવામાં મોટો પગલા ઉઠાવ્યા અને ફાઈનેંશિયલ ક્રાઈમ પર એક્શન લીધી. ભારતને આ સૂચીમાં સામેલ કરવાથી હવે સરહદ પાર આતંક સામે લડવામાં મદદ મળશે. એટલું જ નહીં ગ્લોબલ લેવલ પર ભારત હવે આતંકના મામલામાં પાકિસ્તાનનો ઘેરાવ કરી શકશે. કારણ કે આતંકી ફંડીંગ અને ક્રોસ બોર્ડર ટેરરને લઈને પાકિસ્તાનનું નામ હંમેશા સામે આવે છે.


































